પાટણ ખાતે ભદ્ર વિસ્તારમાં રાવળ સમાજની વાડીમાં સન્માન સમારોહ યોજાયો
પાટણ : પાટણ ખાતે ભદ્ર વિસ્તારમાં આવેલ રાવળ સમાજની રામદેવ વાડી ખાતે ગુજરાત રાજ્ય એસટી રાવળ યોગી સમાજ મિત્ર મંડળ દ્વારા રાજ્યમાં એસટી વિભાગમાં ફરજ બજાવતા રાવળ સમાજના નિવૃત ડાઈવર અને કન્ડેકટર નો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસટી વિભાગ માંથી તાજેતર માં નિવૃત થયેલ રાવળ મંગળ ભાઈ અમથાભાઈ. રાવળ બાબુભાઇ ઈશ્વરભાઈ .મણીભાઈ મગનભાઈ .નટવરલાલ અંબાલાલ. મણીભાઈ અંબાભાઈ .કાળુભાઇ માથાભાઈ 6 કર્મચારીઓને ઉપસ્થિત સમાજના અગ્રણીઓ દ્વારા એવોર્ડ અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા
અને આ પ્રસંગે ઉપસ્થિત.કાર્યક્રમના અધ્યક્ષ રાવળ સમાજ નવ પરગણા પ્રમુખ નાગજી ભાઈ બાબસણીયા સહિત મહેમાનો દ્વારા નિવૃત થતા કર્મચારીઓને વ્યનિવૃત જીવનકાળ આનંદમય અને પરિવાર સાથે ખુશીઓ સાથે વિતાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.આ કાર્યક્રમ માં સમાજના અગ્રણી દાના ભાઈ રાવળ.રેવાભાઈ રાવળ,આર.વાય.એસ પ્રમુખ અશ્વિન રાવળ ,સહિત રાજ્યમાંથી મોટી સંખ્યામાં એસટી વિભાગમાં ફરજ બજાવતા સમાજના કર્મચારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગણપત ભાઈ રાવળ સહિત તેમની સમગ્ર ટીમે કર્યું હતું.