Western Times News

Gujarati News

પાલડીમાં નોકરીની લાલચ આપી યુવતિ પાસેથી ૪૧ હજાર પડાવ્યા

દોઢ લાખથી વધુ રકમનો ચેક આપવા માટે વધુ રૂપિયા માંગતા યુવતિને શંકા ગઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: હાલમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. કેટલાંય કર્મચારીઓને કંપનીમાંથી છુટા કરવામાં આવી રહ્યા છે. જેને કારણે નોકરી મેળવવા માટે પ્રયત્ન કરતા યુવાનોની સંખ્યા વધી રહી છે. યુવાનો હવે પોતાની પ્રોફાઈલ ઈન્ટરનેટ પર પણ મુકવા લાગતા કેટલાંક ગઠીયાઓ તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. નાગરીકોના ડેટા મેળવ્યા બાદ ઠગો તેમને કંપનીના મેનેજર બનીને ફોન કરે છે. બાદમાં વિવિધ ચાર્જ અને વસ્તુઓ પેટે હજારો રૂપિયા પડાવી લેતા હોય છે. શિક્ષિત હોવા છતાં યુવાન-યુવતિઓ આવા ગઠીયાઓની જાળમાં ફસાઈ જાય છે. આવો જ એક વધુ કિસ્સો પાલડી પોલીસે નોંધ્યો છે. જેમાં કોલેજીયન યુવતિને નોકરીની લાલચ આપી રૂ.૪૧ હજાર પડાવી લીધા હતા. (Job offer trapped and cheated with Rs. 41000)

ગઠીયાઓનો ભોગ બનનાર પૂજાબેન વ્યાસ પાલડી (Pujaben Vyas resident of Paldi, Ahmedabad) ખાતે રહે છે. અને ગુજરાત કોલેજમાં (Studying in Gujarat College) અભ્યાસ કરે છે. કેટલાંક દિવસો અગાઉ તેમણે એક કંપનીની વેબસાઈટ (Apply for job through website) પર નોકરી માટે અરજી કરી હતી. બીજા દિવસે સવારે જ તેમના ઉપર જયવીર ચૌધરી જીયો કંપનીના (Jio Company manager Jayvir Chaudhry) મેનેજરનો ફોન આવ્યો હતો. તેણે પૂજાબેનને રજીસ્ટ્રેશન ફી, લેપટોપ-ફોન તથા અન્ય ખર્ચાઓ બતાવીને ટુકડ ટુકડે રૂપિયા ૪૧ હજાર પડાવી લીધા હતા.

ત્યારબાદ લેપટોપ અને ફોનનું પાર્સલ મોકલવાના બહાને તેમની પાસેથી રૂ.૧,પ૩,૦૦૦ માંગ્યા હતા. આ ઘટના બાદ પૂજાબેને વધુ રૂપિયા આપવાનો ઈન્કાર કર્યો હતો. બાદમાં વધુ ફોન આવતા તેમણે ગઠીયા વિરૂધ્ધ નોકરીની લાલચ આપીને રૂપિયા પડાવી લેવાની ફરીયાદ આપી છે. ફરીયાદ મળતા જ વાસણાના પોલીસે જુદા જુદા ફોન નંબરને આધારે સર્વેલન્સ હેઠળ મુક્યા છે અને ઠગ ટોળકીને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આવી ઠગ ટોળકી છાશવારે નોકરી, લોન અથવા અન્ય પ્રલોભન આપીને નાગરીકો પાસેથી રૂપિયા પડાવે છે. અમદાવાદ સાયબર ક્રાઈમે ડીટેક્ટ કરેલા મોટાભાગના ગુનામાં દિલ્હી તથા નોઈડા વિસ્તારમાં આવા શખ્સો સૌથી વધુ સક્રિય હોવાનું બહાર આવ્યુ છે. (Gang involved in cheating from New Delhi, Noida)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.