પાલનપુર-આબુ રોડ સેક્શનના ડબલીંગ કાર્યને કારણે 17 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી સુધી 22 ટ્રેનો રદ્દ, 8 ટ્રેનો આંશિક રદ્દ
ઉત્તર પશ્ચિમ રેલ્વેના અજમેર ડિવિઝન પર પાલનપુર-આબુ રોડ રેલ સેક્શનના ભીમાના-માવલ સ્ટેશનો વચ્ચે ડબલીંગ કાર્ય ને કારણે 17 ડિસેમ્બર 2019 થી 18 જાન્યુઆરી સુધી નીચે મુજબ રેલ અવર-જવર પ્રભાવિત રહેશે.
સંપૂર્ણપણે રદ્દ ટ્રેનો :
- 16 ડિસેમ્બર થી 04 જાન્યુઆરી 2020 સુધી 79437 મહેસાણા-આબુ રોડ ડેમુ પેસેન્જર રદ્દ રહેશે.
- 31 ડિસેમ્બરની 19403 અમદાવાદ-સુલતાનપુર એક્સપ્રેસ
- 01 જાન્યુઆરીની 19404 સુલતાનપુર-અમદાવાદ એક્સપ્રેસ
- 29 ડિસેમ્બર થી 04 જાન્યુઆરી સુધીની 19411 અમદાવાદ-અજમેર એક્સપ્રેસ
- 30 ડિસેમ્બર થી 05 જાન્યુઆરી સુધીની 19412 અજમેર-અમદાવાદ એક્સપ્રેસ
- 01 જાન્યુઆરીની 12547 આગ્રા કેન્ટ-અમદાવાદ એક્સપ્રેસ
- 02 જાન્યુઆરીની 12548 અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ
- 02 જાન્યુઆરીની 22546 ગ્વાલિયર-અમદાવાદ એક્સપ્રેસ
- 03 જાન્યુઆરીની 22547 અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ
- 28 અને 31 ડિસેમ્બરની 19263 પોરબંદર-દિલ્હી સરાયરોહિલ્લા
- 30 ડિસેમ્બર અને 02 જાન્યુઆરીની 19264 દિલ્હી સરાયરોહિલ્લા-પોરબંદર
- 29 ડિસેમ્બરની 19415 અમદાવાદ-વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ
- 31 ડિસેમ્બરની 19416 વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ એક્સપ્રેસ
- 27 ડિસેમ્બર અને 03 જાન્યુઆરીની 19565 ઓખા-દેહરાદૂન એક્સપ્રેસ
- 29 ડિસેમ્બર અને 05 જાન્યુઆરીની 19566 દેહરાદૂન-ઓખા એક્સપ્રેસ
- 02 જાન્યુઆરીની 19579 રાજકોટ-દિલ્હી સરાયરોહીલ્લા એક્સપ્રેસ
- 03 જાન્યુઆરીની 19580 દિલ્હી સરાયરોહીલ્લા-રાજકોટ એક્સપ્રેસ
- 01 જાન્યુઆરીની 22949 બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાયરોહીલ્લા એક્સપ્રેસ
- 02 જાન્યુઆરીની 22950 દિલ્હી સરાયરોહીલ્લા-બાંદ્રા ટર્મિનસ
- 17 ડિસેમ્બર થી 05 જાન્યુઆરી સુધી 79438 આબુ રોડ-મહેસાણા ડેમુ પેસેન્જર
આંશિક રૂપે રદ્દ ટ્રેનો :
- 17 ડિસેમ્બર થી 05 જાન્યુઆરી સુધી ની 54803 જોધપુર-અમદાવાદ પેસેન્જર ફાલના સુધી ચાલશે અને ફાલના-અમદાવાદ વચ્ચે રદ્દ રહેશે.
- 18 ડિસેમ્બર થી 06 જાન્યુઆરી સુધી ની 54804 અમદાવાદ-જોધપુર પેસેન્જર અમદાવાદ-ફાલના વચ્ચે રદ્દ રહેશે તથા ફાલના-જોધપુર વચ્ચે ચાલશે.
- 17 ડિસેમ્બર થી 05 જાન્યુઆરી સુધી ની 54805 અમદાવાદ- જયપુર પેસેન્જર અમદાવાદ-ફાલના વચ્ચે રદ્દ રહેશે તથા ફાલના-જયપુર વચ્ચે ચાલશે.
- 17 ડિસેમ્બર થી 05 જાન્યુઆરી સુધી ની 54806 જયપુર-અમદાવાદ પેસેન્જર જયપુર થી ફાલના વચ્ચે ચાલશે તથા ફાલના-જોધપુર વચ્ચે રદ્દ રહશે.
- 28 ડિસેમ્બરની 22663 ચેન્નઈ-જોધપુર અમદાવાદમાં રદ્દ રહેશે તથા અમદાવાદ-જોધપુર વચ્ચે રદ્દ રહેશે.
- 30 ડિસેમ્બરની 22664 જોધપુર-ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસ જોધપુર-અમદાવાદ વચ્ચે રદ્દ રહેશે તથા અમદાવાદ થી ચેન્નાઇ વચ્ચે ચાલશે.
- 01 અને 02 જાન્યુઆરી 2020 ની 19032 હરિદ્વાર-અમદાવાદ યોગા એક્સપ્રેસ જયપુર માં રદ્દ રહેશે તથા જયપુર-અમદાવાદ વચ્ચે રદ્દ રહેશે.
- 02 અને 03 જાન્યુઆરીની 19031 અમદાવાદ-હરિદ્વાર યોગા એક્સપ્રેસ અમદાવાદ થી જયપુર વચ્ચે રદ્દ રહેશે તથા જયપુર થી હરિદ્વાર માટે ચલાવવામાં આવશે.
- 28 ડિસેમ્બર થી 04 જાન્યુઆરી 2020 સુધી ની 14321/11 બરેલી ભુજ એક્સપ્રેસ અજમેર સુધી ચાલશે અને અજમેર-ભુજ વચ્ચે રદ્દ રહેશે.
- 29 ડિસેમ્બર થી 05 જાન્યુઆરી 2020 સુધી ની 14322/12 ભુજ બરેલી એક્સપ્રેસ ભુજ-અજમેર વચ્ચે રદ્દ રહેશે અને અજમેર-બરેલી વચ્ચે ચાલશે.
પરિવર્તિત માર્ગ થી ચાલવાવાળી ટ્રેનો :
- 28 ડિસેમ્બર થી 03 જાન્યુઆરી સુધીની 12479 સૂર્યનગરી એક્સપ્રેસ અને 14707 રણકપુર એક્સપ્રેસ, 02 જાન્યુઆરીની 16507 જોધપુર-કેએસઆર બેંગલોર એક્સપ્રેસ, 29 અને 31 ડિસેમ્બરની 16588 બિકાનેર-યશવંતપૂર 28 ડિસેમ્બરની 17624 શ્રી ગંગાનગર નાંદેડ, 30 ડિસેમ્બરની 19028 જમ્મુતાવી-બાંદ્રા 03 જાન્યુઆરીની 19044 ભગત કી કોઠી-બાંદ્રા, 27 ડિસેમ્બર થી 03 જાન્યુઆરી સુધીની 19224 જમ્મુતાવી-અમદાવાદ, 30 ડિસેમ્બરની 22473 બિકાનેર-બાંદ્રા, 28 ડિસેમ્બરની 22932 જેસલમેર-બાંદ્રા તથા 22966 ભગત કી કોઠી / બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનો વાયા લૂણી-સમદડી-ભિલડી-પાટણ-મહેસાણા થઈને ચાલશે.
- 27 ડિસેમ્બર થી 03 જાન્યુઆરી સુધીની 12480 સૂર્યનગરી અને 14708 રાણકપુર એક્સપ્રેસ 01 જાન્યુઆરીની 16508 બંગલોર-જોધપુર 27 અને 29 ડિસેમ્બરની 16587 યશવંતપુર-બિકાનેર 02 જાન્યુઆરીની 17623 નાંદેડ-શ્રી ગંગાનગર, 28 ડિસેમ્બરની 19027 બાંદ્રા-જમ્મુતાવી, 02 જાન્યુઆરીની 19043 બાંદ્રા-ભગત કી કોઠી 31 ડિસેમ્બરની 19055 વલસાડ-જોધપુર, 28 ડિસેમ્બર થી 04 જાન્યુઆરી સુધીની 19223 અમદાવાદ-જમ્મુતાવી 27 ડિસેમ્બરની 22931 બાંદ્રા-જેસલમેર અને 22965 બાંદ્રા-ભગત કી કોઠી એક્સપ્રેસ વાયા મહેસાણા-પાટણ-ભિલડી-સમદડી-લૂણી થઈને ચાલશે.