સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નિવેદનને લઇ લોકસભામાં હોબાળો
નવીદિલ્હી: મહાત્માં ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત તરીકે ગણાવવાના સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નિવેદનને લઇને આજે પણ જારદાર હોબાળો થયો હતો. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો દ્વારા જારદાર હોબાળો કરી વોકઆઉટ કરવામાં આવતા ચર્ચા રહી હતી.
ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને લોકસભામાં ચર્ચા દરમિયાન રાષ્ટ્રભક્ત ગણાવવાના નિવેદનને લઇને લોકસભામાં ઘમસાણની Âસ્થતી રહી હતી. ગુરૂવારના દિવસે પ્રશ્ન કલાકની કામગીરી શરૂ થવાની સાથે જ વિપક્ષી દળોએ જારદાર હોબાળો મચાવ્યો હતો. આગાળા દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યુ હતુ કે ગોડસેને દેશભક્ત કહેવાના તેમના નિવેદનની પાર્ટી ટિકા કરે છે.
જા કે કોંગ્રેસી સભ્યો આને લઇને સંતુષ્ટ થયા ન હતા અને વોકઆઉટ કર્યો હતો. ગુરૂવારના દિવસે લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિપક્ષી સભ્યોએ હોબાળો કર્યો હતો. લોકસભામાં કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરી સહિત વિપક્ષના તમામ સભ્યોએ હોબાળો કર્યોહતો. લોકસભામાં તેમના પ્રજ્ઞાના નિવેદનના મુદ્દા પર ચર્ચાની માંગ કરવામાં આવી હતી.