પ્રાંતિજ ખાતે માનવતાની દિવાલ બનાવવામાં આવી
જરૂરીયાત વ્યકિત માટેના જોઇતા કપડાં મુકી જાવ : અહીથી જોઇતા કપડાં લઈ જાવ: માનવતાની મહેકનો પ્રારંભ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે માનવતાની દિવાલ બનાવવામાં આવી છે અને જેના ઉપર લખાણ લખવામાં આવ્યું છે કે જરૂરીયાત વ્યકિત માટે ના જોઇતા કપડાં મુકી જાવ અને જોઇતા કપડાં લઈ જાય .
પ્રાંતિજ ના હાર્ડ સમાન એપ્રોચરોડ ઉપર આવેલ શિવપેલસ ની સામે કેટલાક મિત્રો દ્વારા માનવતા ની દિવાલ બનાવવામાં આવી છે અને ત્યાં એક બોડ પણ લગાવવામાં આવ્યું છે જેમાં લખાણ લખવામાં આવ્યું છે કે માનવતાની મહેંક અને એની અંદર સુંદર લખાણ પણ લખવામાં આવ્યું છે કે જરૂરી યાત વ્યકિત માટે ના જોઇતા કપડાં મુકી જાવ અને જોઇતા કપડાં અહી થી લઇ જાવ ત્યારે હાલ આ કડકડતી ઠંડીમાં ખરેખર જે મિત્રો એ આ માનવતા ની દિવાલ બનાવવાનો વિચાર કર્યો છે તે યોગ્ય વિચાર છે અને અહીં થી જરૂરી યાત લોકો ને કપડાં મળી રહેતા જરૂરિયાત મંદો માં ખુશી પણ જોવા મળી છે તો પ્રાંતિજ ના કેટલાય પરિવારો કે હાલ આ દિવાલ ઉપર જરૂરી યાત વ્યકિત માટે ના જોઇતા કપડાં મુકી જાવ છે ત્યારે હાલતો પ્રાંતિજ ખાતે આ દિવાલ ખરેખર માનવતા ની મહેક ની દિવાલ બની હોય તેવુ લાગી રહ્યું છે .