Western Times News

Gujarati News

બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે ભરૂચની સ્થિતિ NSUIનું ઉગ્ર આંદોલન

કોલેજ ના ગેટ ઉપરબેસી જઈ રસ્તા રોક આંદોલન કરતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ : કાર્યકરો ની ધરપકડ: આંદોલનકારી ઓ કરતાં પોલીસનો કાફલો વધુ જોવા મળ્યો.


ભરૂચ: બિન સચિવાલય અંગે ની પરીક્ષા માં ગેરરીતિ મુદ્દે ભારતભરના છાત્રો માં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે ભરૂચ માં પણ કોલેજ બંધ કરાવવા મુદ્દે એનએસયુઆઈ અને યુવા કાર્યકરો દ્વારા પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસે કાર્યકરો ની ટિંગાટોળી કરી અટકાયતી પગલાં ભર્યા હતા.
બિન સચિવાલય ની પરીક્ષા માં ગેરરીતિ થઈ હોવાના અહેવાલો ના પગલે લાખો વિદ્યાર્થીઓ માં આક્રોશ ફાટી નીકળ્યો હતો.જે ગાંધીનગર માં આંદોલન કારી વિદ્યાર્થીઓ પણ લાઠી ચાર્જ કરી વિદ્યાર્થીઓ પર દમણ ગુજાર્યો હતો.

જે બાદ સમગ્ર જીલ્લાઓ માં વિદ્યાર્થીઓ માં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ ની જે.પી કોલેજ સહીત ની કોલેજો માં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા કોલેજો બંધ કરાવવાનો પ્રયાસ ના ભાગરૂપે તમામ કાર્યકરો ગેટ નજીક બેસી જઈ વિરોધ પ્રદર્શન કરતા આખરે પોલીસે આંદોલન કરનારા કાર્યકરો ની ટીંગાટોળી કરી પોલીસવાન માં બેસાડી સી ડિવિઝન પોલીસે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તેઓની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કોલેજ ગેટ ઉપર કાર્યકરો અને વિદ્યાર્થીઓ ની સંખ્યા કરતા પોલીસકર્મીઓ ની સંખ્યા વધુ જોવા મળી હતી.જોવું એ રહ્યું કે બિન સચિવાલય ની પરીક્ષા પુનઃ લેવાશે કે નહિ તે જોવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.