બિન સચિવાયલ ક્લાર્કની પરીક્ષા રદ્દ
ગાંધીનગર, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની ભરતી કરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાઇ હતી. આ પરીક્ષામાં પેપર લીકેજની ગંભીર પરીક્ષા સાથે હજારો ઉમેદવારોએ સમગ્ર ભરતી પ્રક્રિયા રદ્દ કરવાની માગણી કરી હતી તેમજ ગાંધીનગરમાં ચાર-પાંચ દિવસ સુધી ભૂખ હડતાલ કરી હતી જેને પગલે સરકારે તેની ગંભીર નોંધ લઇને પરીક્ષામાં પેપર ફુટ્યા હતા કે તેની તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરી હતી.
SIT દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી સમગ્ર ઘટનાની તપાસ કરીને રિપોર્ટ અપાયા હતો જેના મુખ્યમંત્રીએ આજે સિનિયર મંત્રીઓ અને સનદી અધિકારી મિટિંગ કરી ચર્ચા વિચારણા કરી હતી જેમાં બિન સચિવાલય ક્લાર્કની સમગ્ર ભરતી પ્રક્રિયાને રદ્દ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મોડી સાંજે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરાયો હોવાની સત્તાવાર જાહેરાત કરી છે.
પ્રદિપસિંહે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓએ દસ મોબાઇલ ફોન આપ્યા હતા. SITના અધિકારીઓએ FSLના નિષ્ણાંતોને સાથે રાખીને વૈજ્ઞાનીક ઢબે તપાસ હાથ ધરી હતી જેમાં CCTV ફૂટેજની ચકાસણી કરાઇ હતી તેમજ કેટલાક ઉમેદ્દવારોએ મોબાઇલ ફોનમાંથી પેપરો લખતા હતા તેની ચકાસણી થઇ હતી ઉપરાંત પેપર લીક થયા છે તેવી ફરિયાદની પણ ઉંડી તપાસ કરી હતી. આ તમામ તપાસમાં SITએ રિપોર્ટ સાથે આ પરીક્ષાને રદ્દ કરવાની ભલાણ કરી છે. આથી મુખ્યમંત્રી એવા નિષ્કર્સ પર આવ્યા હતા કે કોઇ પણ પરીક્ષા પારદર્શક હોવી જોઇએ ઘણા સમયથી પરીક્ષામાં પાસ મહેનત કરી રહેલા નિર્દોષ ઉમેદ્દવારોને કોઇ અન્યાય થવો જોઇએ નહીં. પરંતુ આ પરીક્ષાના પેપર લીક થયાનું પુરવાર થયું છે જેને કારણે કોઇ પણ શેહશરમ રાખ્યા વગર ગુજરાતના લાખો વિદ્યાર્થીના હીતને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા રદ્દ કરવાનું નક્કી કરાયું છે.