બિન સચિવાલય પરીક્ષામાં ગેરરિતી મામલે CCTV આધારે તપાસ કરાશે: અસિત વોરા
અમદાવાદ : ખૂબ વિવાદ બાદ લેવામાં આવેલી બિન-સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ બાદ હોબાળો મચી ગયો છે. કૉંગ્રેસ પાર્ટીએ આ મામલે સુરેન્દ્રનગરના બે સેન્ટરો પર ગેરરીતિ થઈ હોવાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. કૉંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં પરીક્ષાર્થીઓ ચીઠ્ઠી સાથે પરીક્ષા આપી રહ્યાનું જોઈ શકાય છે. આ મામલો સામે આવતા જ હોબાળો મચી ગયો છે, તેમજ વિદ્યાર્થીઓએ પરીક્ષાને રદ કરવાની માંગણી કરી છે. આ મામલે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાએ તપાસ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જે દિવસે પરીક્ષા યોજાઈ ત્યારે ફરિયાદ નહોતી આવી તેમ છતાં CCTV ફૂટેજની તપાસ થશે.
આસિત વોરાએ જણાવ્યું, “આ બાબતે મંડળ ક્યારેય કોઈ કસર છોડતી નથી. લગભગ 34 હજાર કરતાં વધારે કેન્દ્રો હતા. તમામ કેન્દ્રોની એક પછી એક ડીવીડી આવી રહી છે. જે જે કેન્દ્રો સામે આક્ષેપ થયાં હતા તેના કેન્દ્ર સંચલાકોને અમે બોલાવીની તેમની પૂછપરછ કરીશું. અમે કેન્દ્ર સંચાલકતો સુપરવાઇઝરને બોલાવીને પૃચ્છા કરવાના છે. જે તે કેન્દ્રની જવાબદારી તેના સંચાલકોની હોય છે. અમે આ મામલે તપાસ કરીશું. પરીક્ષાનું પરિણામ રદ થવાનો કોઈ સવાલ નથી. પરીક્ષાનું પરિણામ સો ટકા જાહેર થશે.