Western Times News

Gujarati News

બેંક ઓફ બરોડાએ રૂ.પરપ૦ કરોડનું એનપીએ છુપાવ્યું હતું !

નવીદિલ્હી, દેશની રાષ્ટ્રીયકૃત બેકો દ્વારા એનપીએના જાહેર થતા આંકડા (બેડલોન-વસુલાત કરવાનું મુશ્કેલ) ના પડઘા હજુ પડે છે. અને સરકાર બેકોમાં હજારો કરોડ હોમી રહી છે તે સમયે સ્ટેટ બેક સહિતની મોખરાની બેકોના કબાટમાંથી એનપીએના છુપાવી રાખેલા હાડપીંજર મળતા હવે સમગ્ર બેકીગ સીસ્ટમ અને રીર્જવ બેકના મોનેટરીગ સામે જ પ્રશ્ન ઉઠયો છે. સ્ટેટ બેકના ઓફઈનડીયાએ હજુ થોડાં દિવસ પૂર્વે જ રૂ.૧૧૯૩ર કરોડનું એનપીએ જાહેર કર્યું ન હતું.

રીઝર્વ બેક તે બેડ લોન જાહેર કરવાની ફરજ પાડી હતી. હવે બેક ઓફ બરોડાએ રૂ.પરપ૦ કરોડની બેડ લોન અન્ડરરીપોર્ટેડ જાહેર નહી કરી હોવાનું ખુલ્યું છે. રીઝર્વ બેક ઓફ ઈન્ડીયાએ બેક ઓફ બરોડામાં કુલ રૂ.૭પ૧૭૪ કરોડનું એનપીએ ર૦૧૮-૧૯ના વર્ષ માટે હોવાનો આંકડો જાહેર કર્યો છે. પરંતુ બેકે અગાઉ તેના રીપોર્ટ રૂ.૬૯૯ર૪ કરોડનું એનપીએ હોવાનું જણાવ્યું હતું. આમ બેકે રૂ.પરપ૦ કરોડનું એનપીએ છુપાવ્યું હતું કે જાહેર કર્યું ન હતું.

નેટ એનપીએ પણ રૂ.ર૯૦૪ કરોડ હોવાનું રીઝર્વ બેકે જણાવ્યું છે, જે બેકે રૂ.ર૩૭૯પ કરોડ હોવાનો દાવો કર્યો હતો. બેક ઓફ બરોડાએ તેના બેલેન્સશીટમાં રૂ.૪૬૦૦૧ કરોડના એનપીએ માટે પ્રોવીઝનીગ કર્યું છે. જયોર રીર્ઝવ બેકના તેમાં રૂ.૪૦૯૦ કરોડનો ઉમેરો કરીને કુલ પ્રોવીઝનીગ રૂ.પ૦૦૯૧ કરોડ કરવા જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.