Western Times News

Gujarati News

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજકુંદ્રાના ઘરે ઈડી ત્રાટકી

૧૫ ઠેકાણે તપાસનો ધમધમાટ

મોબાઈલ એપ્લિકેશન મારફત પોનોગ્રાફિક કન્ટેન્ટના પ્રોડક્શન અને વિત્તરણના આરોપોસર મની લોન્ડરિંગ તપાસ હાથ ધરવામાં આવી છે

મુંબઈ,
બોલિવૂડ જગતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાના ઘરે ઈડી ત્રાટકી હતી. આ કાર્યવાહી પોર્નાેગ્રાફી નેટવર્ક મામલે કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. આ મામલે ઈડી તેમના ઘર અને ઓફિસ બંને ઠેકાણે તપાસ કરી રહી છે.રાજ કુંદ્રા વિરૂદ્ધ ૨૦૨૧માં પોલીસે પોર્ન પ્રોડક્શનના આરોપસર ધરપકડ કર્યા બાદ ચાલી રહેલી તપાસના ભાગરૂપે ઈડીએ આ દરોડો પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઈન્ડિયન પેનલ કોડ અને આઈટી એક્ટ હેઠળ કુંદ્રાની ધરપકડ કરી હતી. બાદમાં સીટી કોર્ટે કુંદ્રાને જામીન આપ્યા હતાં. મોબાઈલ એપ્લિકેશન મારફત પોનોગ્રાફિક કન્ટેન્ટના પ્રોડક્શન અને વિત્તરણના આરોપોસર મની લોન્ડરિંગ તપાસ હાથ ધરવામાં આવી છે.મળતી માહિતી અનુસાર આ મામલે ઈડીની ટીમ કુલ ૧૫ જગ્યાએ દરોડાની કાર્યવાહી કરી રહી છે.

આ મામલે જે પૈસા એકઠાં થયા હતા તે આવા વીડિયોના માધ્યમથી વિદેશમાં મોકલાયા હતા. આ રીતે પૈસાની મોટાપાયે હેરફેર કરવામાં આવી હતી. જેની તપાસ ઈડી કરી રહી છે. જૂનમાં મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે કુંદ્રાની માલિકીની હોટશોટ્‌સ એપ્લિકેશન પોર્નાેગ્રાફી પ્રોડક્શન કેસમાં સંડોવણી હોવાના આરોપોની તપાસ હાથ ધરી છે. જેમાં તપાસમાં જપ્ત કરાયેલ સર્વર પર એડલ્ટ સામગ્રીનો પર્દાફાશ કર્યાે હતો. જેના પગલે કુંદ્રા અને તેના સહયોગીઓની આકરી તપાસ હાથ ધરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.