Western Times News

Gujarati News

પિરાણા નજીક ભંગારના ગોડાઉનમાંથી બોર્ડની પરિક્ષાની સામગ્રી મળી

File

પીરાણા ડમ્પીંગ સાઈટ પાસે આવેલા ગોડાઉનમાંથી બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રો, માર્કશીટો, ખંડ નીરીક્ષકના આઈકાર્ડો- સહિતની સામગ્રી મળતા શિક્ષણ વિભાગે શરૂ કરેલી તપાસ

(પ્રતિનિધિ) અમદાવાદ: દેશનું ભવિષ્ય ગણાતા વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ કારકિર્દી માટે મહેનત કરીને પોતાનું ભાવિ ઘડતા હોય છે સરકાર દ્વારા વિદ્યાર્થીઓનું કારકિર્દી ઘડનારી ધો.૧૦ ધો.૧ર તથા અન્ય ઉચ્ચકક્ષાની પરીક્ષાઓ લે છે અને આ પરીક્ષાના પરિણામ ઉપર વિદ્યાર્થીઓનું ભાવિ ઘડાતુ હોય છે. આ તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સામગ્રીનો ઉપયોગ થતો હોય છે.

આ પરિસ્થિતિમાં  શહેરના પીરાણા ડમ્પીંગ સાઈટ પાસે આવેલા એક ગોડાઉનમાંથી સોમવારે સવારે બોર્ડની પરીક્ષામાં ઉપયોગમાં લેવામાં આવતી મહત્વપૂર્ણ સામગ્રીઓ ભંગારમાં પડેલી મળતા ભારે ઉહાપોહ મચી ગયો છે. આ સામગ્રીનો ખુલ્લેઆમ ગેરઉપયોગ થવાની સંપૂર્ણ સંભાવના છતાં આ મહત્વપૂર્ણ સામગ્રીઓ આ ગોડાઉનમાં નિકાલ કર્યાં વગર કઈ રીતે પહોંચી તે તપાસનો વિષય બન્યો છે.

ચોંકાવનારી બાબત એ છે કે આ ગોડાઉનમાંથી વિદ્યાર્થીઓની માર્કશીટો પણ મળી આવી છે. ખંડ નિરીક્ષકના આઈકાર્ડ સહિતની મહત્વપૂર્ણ સામગ્રી મળતા શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે દેશભરમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે સરકાર દ્વારા અનેક પગલાં ભરવામાં આવી રહયા છે ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રોપ આઉટ રેસિયો ઘટાડીને તમામ બાળકો શિક્ષિત બને તે માટેના પ્રયાસો થઈ રહયા છે અને તેનું પરિણામ પણ આવવા લાગ્યું છે. ગુજરાતના બાળકો શિક્ષણમાં રૂચી ધરાવતા થયા છે.

આજે ગુજરાતમાં અનેક ખ્યાતનામ દેશની તથા વિદેશની યુનિવર્સિટીઓના તથા સ્કુલોના સેન્ટરો આવેલા છે. અને સરકાર દ્વારા પણ વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવા માટે તથા યુનિવર્સિટી દ્વારા મહત્વપૂર્ણ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. સૌ પ્રથમ ધો.૧૦ અને ધો.૧રની બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ બોર્ડ દ્વારા ખૂબ જ ચોકસાઈથી તૈયારીઓ કરવામાં આવતી હોય છે અને આ બંને પરીક્ષાઓમાં અંદાજે દર વર્ષે ૧પ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે. રાજયવ્યાપી આ આયોજનમાં શિક્ષકો પણ જાડાતા હોય છે.

વિદ્યાર્થીઓના મહત્વપૂર્ણ દસ્તાવેજા એકત્ર કરવામાં આવતા હોય છે આ તમામ દસ્તાવેજા ખૂબ જ ઉપયોગી હોય છે પરંતુ આજે સવારે ચોકાવનારી ઘટના ઘટી છે. અમદાવાદ શહેરના પીરાણા ડમ્પીગ સાઈટની બાજુમાં આવેલા એક ખુલ્લા ગોડાઉનમાં બોર્ડની પરીક્ષામાં ઉપયોગમાં લેવાતા મહત્વપૂર્ણ દસ્તાવેજા ભંગાર હાલતમાં વેરવિખેર પડેલા જાવા મળ્યા હતાં આ અંગેની જાણ થતાં જ અધિકારીઓ સતર્ક બન્યા હતાં.

પીરાણા ડમ્પીંગ સાઈટની બાજુમાં આવેલા ગોડાઉનમાં ર૦૧૭ના વર્ષમાં લેવાયેલી બોર્ડની પરીક્ષાના મહત્વપૂર્ણ દસ્તાવેજા વેરવિખેર હાલતમાં પડેલા જાવા મળયા હતાં આ ગોડાઉનમાં ધો.૧ર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કશીટ પણ જાવા મળી હતી આ ઉપરાંત પરીક્ષામાં ઉપયોગમાં લેવામાં આવતા સ્ટીકરો તથા ઉત્તરવહીઓ અને પ્રશ્નપત્રો પણ જાવા મળ્યા હતાં. મોટાભાગની સામગ્રી ર૦૧૭માં લેવાયેલી બોર્ડની પરીક્ષાની હતી આ ગોડાઉનમાંથી ખંડ નિરીક્ષકના આઈકાર્ડ તથા ઓએમઆરસીટના કવર પણ જાવા મળ્યા હતાં.

ચોંકાવનારી બાબત એ છે કે બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસેથી તેમની ઓળખના પુરાવા સહિતના મહત્વપૂર્ણ દસ્તાવેજા સ્કુલો દ્વારા એકત્ર કરીને બોર્ડને મોકલવામાં આવતા હોય છે. આ મહત્વપૂર્ણ દસ્તાવેજા કોઈના હાથમાં આવે તો તેનો દુરઉપયોગ થઈ શકે તેમ છે તેમ છતાં આ ગોડાઉનમાંથી વિદ્યાર્થીના ઓળખના પુરાવા પણ મળેલા છે. આ ઉપરાંત પાસપોર્ટની ઝેરોક્ષો તથા માર્કશીટની ઝેરોક્ષ પણ મળી આવી છે. બોર્ડની પરીક્ષા ઉપરાંત જીટીયુના પણ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજા ગોડાઉનમાંથી મળેલા છે.

બોર્ડ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીનો સમયાંતરે ચોકસાઈ પૂર્વક કોઈના હાથમાં ન આવે તે રીતે તેનો નિકાલ કરવામાં આવતો હોય છે પરંતુ આજે ગોડાઉનમાંથી મળેલી આ તમામ સામગ્રીઓ મળી આવતા બોર્ડના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. આ તમામ સામગ્રીઓ નિકાલ કર્યાં વગર જ આખી માર્કશીટો તથા અન્ય દસ્તાવેજા પણ મળ્યા છે. જે ખૂબ જ ગંભીર બાબત છે.

ગોડાઉનમાં આ મહત્વપૂર્ણ સામગ્રી ક્યાંથી આવી તે તપાસનો વિષય છે. બોર્ડના અધિકારીઓ દ્વારા આ બાબત પ્રકાશમાં આવતા જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જાકે ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર શિક્ષણ બોર્ડનું આવું કોઈ ગોડાઉન પીરાણા ડમ્પીગ સાઈટ બાજુ આવેલ નથી ત્યારે  આ સામગ્રી આ ભંગારના ગોડાઉનમાં આવી કયાંથી તે સવાલ નાગરિકોમાં ઉઠયો છે. ખંડ નિરીક્ષકના આઈકાર્ડ ઉપરાંત આખે આખી માર્કશીટ મળવા તે ખુબજ ગંભીર બાબત છે. આ ઉપરાંત પરીક્ષા દરમિયાનમાં ઉપયોગમાં લેવામાં આવતા સ્ટીકરો પણ મળી આવ્યા છે. આ ઘટનાથી શિક્ષણ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.