ભરૂચના ઉદ્યોગોમાં સ્થાનિકોને કામદારોનું શોષણ અટકાવવા આવેદન

ભરૂચ: ભરૂચ જીલ્લા ના ઉદ્યોગો માં સ્થનિકો ને પ્રાધાન્ય આપવામાં ન આવતું હોવાના અને કામદારો નું શોષણ કરાતું હોવાના આક્ષેપ સાથે ફેડરેશન ઓફ લેબર દ્વારા બાઈક રેલી નું આયોજન કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર એવા ભરૂચ જીલ્લા ના નાના મોટા ઘણા ઉદ્યોગો ધમધમે છે.આમ છતાં સ્થાનિક યુવાનો બેરોજગારી નો ભોગ બની રહ્યા છે.જે ફેડરેશન ઓફ લેબર સંગઠન દ્વારા ભરૂચ ના સ્ટેશન પાસે થી બેનરો અને સૂત્રોચ્ચાર સાથે બાઈક રેલી નું આયોજન સંગઠન ના પ્રદેશ પ્રમુખ અરૂણસિંહ ચૌહાણ તેમજ કિસાન વિકાસ સંઘ એન્ડ પૉલ્યુશન કંટ્રોલ એસોસિએશન ના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદસિંહ રણા ની આગેવાની માં કરવામાં આવ્યું હતું.આ બાઈક રેલી મુખ્ય માર્ગો પર થી પસાર થઈ જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી હતી.જ્યાં દેખાવો યોજી શ્રમ અને રોજગાર મંત્રી ને સંબોધેલ આવેદન પત્ર જીલ્લા કલેકટર ને આપવામાં આવ્યું હતું.
આવેદન પત્ર માં જીલ્લા ના ઉદ્યોગો માં સ્થાનિકો ને પ્રાધાન્ય આપવામાં આવતું ન હોવા ઉપરાંત ઉદ્યોગો માં કામદારો ને સુરક્ષા ના કોઈ જ સાધનો પૂરા પાડવામાં આવતા ન હોવાથી વારંવાર અકસ્માતો માં કામદારો પોતાના જીવ ગુમાવતા હોવાનું જણાવી સ્થાનિક યુવાનો ને પ્રાથમિકતા આપી ૮૦ ટકા રોજગારી આપવામાં ઉદ્યોગો માં સલામતી ની ચકાસણી કરવા યુનિયન પ્રતિનિધિઓ ની સમાવેશ સાથે કમિટી બનાવવા કંપનીઓ ની ગેરકાયદેસર અને ગેર વ્યાજબી મજુર પ્રથા બંધ કરવાની માંગણી કરવામાં આવી છે.
ભરૂચ જીલ્લા ના ઔદ્યોગિક વિકાસ બાદ પણ સ્થાનિકો ને રોજગારી આપવામાં કેટલાક ઉદ્યોગો ની નીતિ થી ક્યારેક ઔદ્યોગિક શાંતિ ને અસર પણ થઈ શકે છે ત્યારે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.