ભરૂચના જુના અને નવા હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યા વધુ ઘેરી બની
વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકજામ માં ફસાતા મુદ્દે તંત્ર એક્શન માં.
જીલ્લા કલેકટર ની અધ્યક્ષતા માં તાકીદ ની બેઠક કરી.
ભરૂચ: જુના સરદાર બ્રિજ માં ગાબડું પડતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા બાદ પુનઃ ટ્રાફિકજામ ની સમસ્યા વિકરાળ બની છે.હાઈવે સહિત ગોલ્ડન બ્રિજ પર પણ ટ્રાફિકજામ ની સમસ્યા ને હળવી કરવા કલેકટર ની અધ્યક્ષતા માં તાકીદ ની બેઠક પણ મળી હતી.જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી ના અધિકારીઓને બે દિવસ માં સમસ્યા હળવી કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.

જેમાં જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જીઓ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે જરૂરી ચર્ચા વિચારણા કરવા સાથે એકશન પ્લાન ઘડી કાઢ્યો હતો.જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવેલ જુના સરદાર બ્રિજને રીપેરીંગ માટે હજુ પણ ૪૫ દિવસ લાગે તેમ જણાવી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નવા સરદાર બ્રિજ પર ના ગાબડા બે દિવસમાં પૂરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવી બે દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી.ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે પણ વિકટ બનેલી ટ્રાફિક સ્થિતિને ગંભીર ગણાવી તેના નિવારણ માટેના પ્રયાસો હાથ ધરાયા હોવાનું કહ્યું હતું. જુના સરદાર બ્રિજ ને વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યા બાદ સર્જાયેલ ટ્રાફિક જામ ની સ્થિતિ ને હળવાશથી લેનાર તંત્ર હવે એક્સન માં આવ્યું છે ત્યારે પ્રજાજનો ને ટ્રાફિકજામ ની સમસ્યા થી ક્યારે મુક્તિ મળે છે તે જોવું રહ્યું.
