Western Times News

Gujarati News

ભારતથી છુપાવી પાકિસ્તાન પાસેથી ખરીદ્યો હથિયારોનો મોટો જથ્થો

બાંગ્લાદેશની શિયાળવૃતિ!

૫૨ વર્ષ બાદ બાંગ્લાદેશે પાકિસ્તાન પાસેથી હથિયારોનો મોટો જથ્થો ખરીદ્યો છે

ઢાંકા,
અશાંતિ અને હિંસાની સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશે પાકિસ્તાનમાંથી મોટા પ્રમાણમાં હથિયારોની ખરીદી કરી છે. ૫૨ વર્ષ બાદ બાંગ્લાદેશે પાકિસ્તાન પાસેથી હથિયારોનો મોટો જથ્થો ખરીદ્યો છે. આ હથિયારોની ખરીદી માટે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની તિજોરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હથિયારોની ખરીદી બદલ બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર શંકાના દાયરામાં આવી ગઈ છે.બાંગ્લાદેશમાં સત્તા પલટો થયા બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારનો હવાલો સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ સેનાએ વચગાળાની સરકાર સમક્ષ માંગ કરી હતી કે, બાંગ્લાદેશ આર્મી પાસે દારૂગોળો અને રાઈફલ રાઉન્ડ સમાપ્ત થવાના છે.

બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ અને આંતરિક વિરોધને ધ્યાનમાં લેતાં વિશ્વના મોટાભાગના દેશોમાંથી દારૂગોળા માટે કોઈ સંતોષકારક પ્રતિસાદ મળ્યો ન હતો. જેથી બાંગ્લાદેશમાં હાજર સલાહકારોએ ભારતને બદલે અન્ય કોઈ દેશ પાસેથી દારૂગોળો ખરીદવાની સલાહ આપી હતી. આ સ્થિતિમાં બાંગ્લાદેશ પ્રશાસનમાં બેઠેલા પાકિસ્તાન સમર્થકોએ પાકિસ્તાન પાસેથી હથિયાર ખરીદ્યા.પાકિસ્તાન મોંઘવારી, ગરીબી અને સાંપ્રદાયિક હિંસા સામે ઝઝૂમી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાને પહેલાં બાંગ્લાદેશ પાસે પૈસાની માંગણી કરી અને કહ્યું કે બાંગ્લાદેશ પહેલા પૈસાં આપે, તો જ તેને હથિયારોનો પુરવઠો પૂરો
પાડવામાં આવશે.

પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ તેના પ્રશાસનને બાંગ્લાદેશ જે પણ પૈસા આપે તે લેવાની સલાહ આપી છે. ૧૯૭૧ પછી પ્રથમ વખત બાંગ્લાદેશે પાકિસ્તાન પાસે સીધા હથિયારોની માંગ કરી હતી.બાંગ્લાદેશે તેની જરૂરિયાત પૂરી કરવા માટે પાકિસ્તાન પાસેથી લગભગ ૫૦ હજાર રાઉન્ડ દારૂગોળો, ૩ હજાર યુનિટ ટેન્ક દારૂગોળો, ૫૦ ટન આરડીએક્સ વિસ્ફોટક અને ૨૦ હજાર રાઉન્ડ દારૂગોળો મંગાવ્યો છે. પરંતુ હવે બાંગ્લાદેશ દ્વારા આ હથિયારોની ખરીદીમાં દલાલીના આરોપો સામે આવી રહ્યા છે. આ અંગે મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારની સાથે બાંગ્લાદેશ આર્મીના ઘણા અધિકારીઓ સવાલોના ઘેરામાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.