ઈસરોએ જાસૂસી ઉપગ્રહ RISAT-2BR1 અને નવ વિદેશી ઉપગ્રહોને લોન્ચ કર્યા
નવી દિલ્હી, ઈસરોએ બુધવારે દેશના એક નવા જાસૂસી ઉપગ્રહ RISAT-2BR1 અને નવ વિદેશી ઉપગ્રહોને લોન્ચ કરી દીધાં છે. ઈસરોના રોકેટ PSLV-C48એ બપોરે 3.25 કલાકે RISAT-2BR1 સાથે ઉડાન ભરી. આ એક રડાર ઇમેજિંગ સર્વેલન્સ ઉપગ્રહ છે. તેનું વજન 628 કિલોગ્રામ છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા રોકેટ પોર્ટ લોંચિંગ સેન્ટરથી થઈ. RISAT-2BR1ને 576 કિલોમીટરની ક્ષમતામાં સ્થાપિત કરવામાં આવશે. આ ઉપગ્રહની ઉંમર પાંચ વર્ષ હશે. આ સાથે જ નવ વિદેશી ઉપગ્રહમાં અમેરિકાના મલ્ટિ મિશન લેમૂર-4 ઉપગ્રહ, ટેક્નોલોજી ડિમોસ્ટ્રેશિન ટાયવાક-0129, અર્થ ઈમેજિંગ 1હોપસેટસ, ઈઝરાયલના રિમોટ સેંસિગ ડુચિફટ-3 સામેલ છે.
તજજ્ઞોના મતે આ ઉપગ્રહ ભારતીય સરહદોની સુરક્ષા માટે ખુબ ખાસ છે. તેને ભારતની બીજી ખુફિયા આંખ કહેવામાં આવે છે. RISAT-2BR1 સેટેલાઈટના પૃથ્વીની કક્ષામાં સ્થાપિત થયા બાદ ભારતની રડાર ઈમેજિંગ શક્તિ અનેક ગણી વધી જશે. તેની મદદથી ભારતીય સરહદો પર નજર અને તેની સુરક્ષાને અભેદ બનાવવાની પ્લાનિંગ સરળ થઈ જશે.
આ ઉપગ્રહ પોતાની કક્ષામાં સ્થાપિત થયાની સાથે જ કામ કરવાનું શરૂ કરી દેશે અને થોડીવારમાં જ તેની તસવીરો મળવાની શરૂ થઈ જશે. આ ઉપગ્રહ કોઈ પણ ઋતુમાં સ્પષ્ટ તસવીર લઈ શકશે. વાદળની હાજરીમાં પણ તે દુશ્મનોની ગતિવિધિઓ પર ન બાજ નજર રાખશે. એટલું જ નહી તેનીથી કુદરતી આપત્તિઓમાં રાહત કાર્યમાં ખુબ મદદ મળશે. RISAT-2BR1નું ડિફેન્સ ઈન્ટેલિજેન્સ સેંસર ભારતમાં જ બનાવવામાં આવ્યું છે જેનાથી રાત્રે પણ તસવીરો લઈ શકાય છે.
આ ઉપગ્રહ લગભગ સો કિલોમીટરના વિસ્તારની તસવીરો મોકલશે. તેના ખાસ કરીને સરહદ પારથી થતી ઘુસણખોરી રોકવા માટે તૈયાર કરવામાં આવી છે. તેનાથી સરહદ પાર થઈ રહેલાં આતંકી કેમ્પની પણ જાણકારી મળી શકશે. PSLV સીરીઝના રોકેટથી થનારી આ 50મી લોન્ચિંગ છે. આ વખતે અમેરીકાના 6, ઈઝરાયલ, જાપાન અને ઈટલીના એક-એક ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યા છે.