માતરવાડી સરસ્વતી નદીના પુલ ઉપરથી કિં.રૂ.૧,૧૭,૯૬૦/- ના ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ની બોટલો તથા બિયર ભરેલ આઇ-૧૦ ગાડી તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૩,૮૭,૯૬૦/- ના મુદામાલ સાથે બે ઇસમો ને પકડી પાડતી પાટણ એલ.સી.બી. ટીમ.
મે.આઇ.જી.પી. શ્રી સુભાષ ત્રિવેદી સાહેબસરહદી રેન્જ ભુજ તથા પો.અધિ.સા.પાટણ શ્રી અક્ષયરાજ સાહેબ નાઓએ પાટણ જીલ્લામાંથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે પાટણ એલ.સી.બી.ના પો.ઇન્સ. શ્રી કે.એમ.પ્રિયદર્શી તથા પો.સબ.ઇન્સ. જે.કે.ડોડીયા તથા એ.એસ.આઇ ભરતસિંહ પ્રભાતસિંહ તથા અ.હેડ.કોન્સ કિર્તીસિંહ અનુજી તથા અ.પો.કોન્સ. નવાઝશરીફ તથા અ.પો.કોન્સ. જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ તથા અ.પો.કો. મહેન્દ્રસિંહ ખાનસિંહ તથા આ.પો.કો. સંજયકુમાર પ્રભુદાસ તથા ડ્રા.પો.કો. મહિપેન્દ્રસિંહ સજ્જનસિંહ નાઓ પાટણ ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન અ.પો.કોન્સ. જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ નાઓને ખાનગી રાહે મળેલ હકીકત આધારે માતરવાડી પાસે સરસ્વતી નદી ના પુલ ઉપર નાકાબંધી કરી બે ઇસમોને પોતાના કબ્જા ભોગવટાની આઇ-૧૦ ગાડી રજીસ્ટ્રેશન નંબર જી.જે.૦૮.એપી.૬૮૯૩ માં ભારતીય બનાવટની વિદેશી દારુની નાની મોટી કુલ બોટલ નંગ- ૩૧૨ કી.રૂ.૯૧,૩૨૦/- તથા બિયર ટીન નંગ-૨૪૦ કી.રૂ.૨૬,૬૪૦/- જે *કૂલ વિદેશી દારૂની બોટલ તથા બિયર નંગ- ૫૫૨ કૂલ કી.રૂ.૧,૧૭,૯૬૦/- તથા આઇ-૧૦ ગાડી રજી.નંબર જી.જે.૦૮ એપી.૬૮૯૩ ની નંબર પ્લેટ ગાડીને અન્ય ગાડીની નંબર પ્લેટ લગાવી ખોટી નંબર પ્લેટ લગાવી સાચા તરીકે ઉપયોગ કરેલ હોય જે ગાડી કિ.રૂ.૨,૫૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૮૭,૯૬૦/- ના મુદામાલ સાથે પકડી પાડી સદરી બન્ને ઇસમો તથા દારૂ મંગાવનાર ઇસમ વિરૂધ્ધ પાટણ સીટી બી ડીવી. પો.સ્ટે. માં ગુનો રજી. કરાવેલ છે.