ભિલોડામાં તસ્કરરાજથી વેપારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી
વધુ ૬ દુકાનોમાં તસ્કરો ત્રાટકી ભિલોડા પોલીસનું નાક વાઢ્યું
અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં ઘરફોડ ગેંગ અને તસ્કર ટોળકીના આતંક થી પ્રજાજનો ભયભીત બન્યા છે ભિલોડા નગરમાં તસ્કરો સતત ચોરી લૂંટની ઘટનાને અંજામ આપતા ભિલોડા પોલીસની કામગીરીથી વેપારીઓમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે એક મહિનાના ટૂંકા ગાળામાં ૨૦ જેટલી દુકાનો અને મકાનોમાં તસ્કરો બિન્દાસ્ત ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે ભિલોડાના તાલુકા પંચાયતના શોપિંગ સેન્ટરમાં આવેલી ૬ દુકાનોમાં તસકારો ત્રાટકી હાથફેરો કરતા શોપિંગ સેન્ટરમાં મોટી સંખ્યામાં વેપારીઓ એકઠા થયા હતા પોલીસ કાફલો તપાસ અર્થે પહોંચતા વેપારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી વેપારીઓએ રોષ ઠાલવ્યો હતો
ભિલોડા નગરમાં પોલીસતંત્રનું અસ્તિત્વ જ હોય તેમ છાસવારે ચોરી લૂંટની ઘટનાઓ બની રહી છે ભિલોડાના વેપારીઓ અને લોકો રાત્રે ઉજગરા કરવા પડે તેવી નોબત આવી છે ચોરી લૂંટની ઘટનાના સીસીટીવી કેમેરા ફૂટેજ આપવા છતાં તસ્કર ગેંગ પોલીસ પકડથી દૂર રહેતા પોલીસતંત્રનો પનો ટૂંકો પડી રહ્યો હોવાનું પ્રજાજનો અનુભવી રહ્યા છે તાલુકા પંચાયત શોપિંગ સેન્ટરમાં થયેલી ઘરફોડ ચોરીના દ્રશ્યો આબાદ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા
ભિલોડા તાલુકા પંચાયત શોપિંગ સેન્ટરમાં આવેલી ભિલોડા તાલુકા પ્રાથમિક શિક્ષણ અને ધિરાણ સહકાર મંડળી લી. ઓફિસના શટરના તાળા તોડી ઓફિસમાં રહેલા રૂ.૭૦૨૦૦/- તથા ગણેશ ટ્રેડર્સ દુકાનમાંથી ૪૬ હજાર અને અન્ય ૪ દુકાનોના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ જતા વેપારીઓમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે ભિલોડા પોલીસે કિશોરભાઈ સળુજી નિનામા ની ફરિયાદના આધારે ચોર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી ચોર લૂંટારુ ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા