ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર નવી રાજકીય પાર્ટી બનાવશે
લખનૌ, ભીમ આર્મીના સ્થાપક ચંદ્રશેખરે સક્રિય રાજકારણમાં પ્રવેશવાની ઘોષણા કરી છે. ચંદ્રશેખરે રાજધાની લખનૌમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે તેઓ બહુજન સમાજ માટે રચાયેલી નવી રાજકીય પાર્ટીની ટૂંક સમયમાં જાહેરાત કરશે. ચંદ્રશેખરે જણાવ્યું હતું કે તેમણે બહુજન સમાજ પાર્ટી સાથે જોડાવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ હજુ સુધી બસપા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે બહુ જન સમાજ માટે રચાયેલી નવી રાજકીય પાર્ટીની જાહેરાત તેઓ ટૂંક સમયમાં કરશે. તેમણે કહ્યું કે તેઓ લખનૌમાં પાર્ટીની ઓફિસ બનાવશે. નાગરીકતા સંશોધન બિલ વિરૂદ્ધ કરશે આંદોલન નાગરીકતા સંશોધન બિલ વિશે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરે કહ્યું કે તે તેની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે તેઓ નાગરીકતા સંશોધન બિલ વિરૂદ્ધ પણ આંદોલન કરશે.