મધ્યપ્રદેશમાં અનેક મહીનાઓથી ૫૦ ટકા વિજળી પણ ઉત્પાદન થઇ રહી નથી
ભોપાલ, રાજયમાં કોલસા પર રાજનીતિ તો જરૂર થઇ રહી છે પરંતુ હકીકત એ છે કે મધ્યપ્રદેશના વિજળી સંયંત્ર સરેરાશન ૪૧.૯૬ ટકા વાર્ષિક ઉત્પાદન ક્ષમતાની સાથે જ ચાલી રહ્યાં છે છેલ્લા કેટલાક દિવસોથી ઉત્પાદનની સરેરાશ જોઇએ તો અનેક મહીનાઓથી ૫૦ ટકા વિજળી ઉત્પાદન પણ થઇ રહી નથી.
કોલસાની સ્થિતિ પણ એ છે કે રાજય સરકારને કોલ બ્લોક વિચરણ કરવા અને રેલવે દ્વારા દર મહીને રેંકનો કાર્યક્રમ જારી કર્યા બાદ પણ વિજળી કંપનીઓ કોલસો ઉઠાવી રહ્યાં નથી જવાબદારીથી બચવા માટે વિજળી કંપનીઓ કહી રહી છે કે સંયંત્ર સુધી કોલસો પહોંચાડવાનું કંપનીનું જ કામ છે. જયારે ફયુલ સપ્લાઇ એગ્રીમેંટમાં સ્પષ્ટ જાગવાઇ છે કે કોલસા કંપની ફકત ખાણના લોડિંગ પાઇટ સુધી કોલસો પહોંચાડશે જયાંથી કોલસાનું પરિવહન કરવીં વિજળી કંપનીઓનું કામ છે.
દરમિયાન જેનકોના ફયુલ મેનેજમેંટના પ્રભારી મુખ્ય અભિયંતા જે એલ દીક્ષિતથી કોલસાના પુરવઠા પર વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે ઓપરેશન એન્ડ મેનેજમેંટ (ઓએન્ડએમ) આ બાબતમાં બતાવી શકે છે મારી પાસે તમામ તથ્ય નથી ડાયરેકટર (ટેકનીકી) એ કે ટેલરે પણ કોઇ જવાબ આપ્યો ન હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર સંયંત્રબિરસિંહ પુર ખાતેની સંજય ગાંધી તપાસ વિદ્યુત સંયંત્રમાં કુલ વિજળી ઉત્પાદન ક્ષમતા ૧૩૪૦ મેગાવોટ છે ત્રણ યુનિટ ચાલી રહ્યાં છે હાલ ૮૪૭ મેગાવોટ ઉત્પાદન થઇ રહ્યાં છે તેની વાર્ષિક સરેરાશન ઉત્પાદન ૫૧.૯૫ ટકા છે. જયારે સારણી સતપુડા તાપ વિદ્યુત સંયંત્રમાં કુલ વિજળી ઉત્પાદન ક્ષમતા ૧૩૩૦ મેગાવોટ છે હાલ ૮૩૮ મેગાવોટ ઉત્પાદન થઇ રહ્યું છે બે એકમો બંધ છે તેનો વાર્ષિક સરેરાશ ઉત્પાદન ૩૯.૫૭ ટકા છે. સિંગાજુ સુપર થર્મલ પાવર સંયંત્રમાં કુલ વિજળી ઉત્પાદન ક્ષમતા ૨૫૨૦ મેગાવોટ છે હાલમાં ૧૭૮૧ મેગાવોટ જ છે તેની વાર્ષિક સરેરાશ ઉત્પાદન ૩૩.૮૬ ટકા છે.આ હિસાબથી કુવ ક્ષમતા ૫૪૦૦ મેગાવોટ છે જયારે ૩૬૫૦ મેગાવોટ ઉત્પાદન થઇ રહ્યું છે.મધ્યપ્રદેશની કુલ વાર્ષિક સરેરાશ ઉત્પાદન ૪૧.૯૬ ટકા છે.