Western Times News

Gujarati News

મર્ડરના આરોપીના સાગરીતોએ ઘીકાંટા કોર્ટ સંકુલમાં નિકોલ પોલીસ સાથે ઝપાઝપી કરી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરની ઘીકાંટા કોર્ટમાં રોજેરોજ ગંભીર પ્રકારના ગુનામાં આરોપીઓને લાવવામં આવતા હોય છે. કોર્ટમાં હાજર કર્યા બાદ કેટલીક વખત આવા આરોપીઓને છોડાવી જવા માટે તેમના સાગરીતો ટોળુ રચીને પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરતા હોય છે. ઉપરાંત ક્યારેક પોલીસ સાથેની ઝપાઝપી અને હુમલો કરીને પણ તેને છોડાવી જવા ધમપછાડા કરતા હોય છે.

ગઈકાલે નિકોલ પોલીસ ખૂન અને મારામારીના એક રીઢા ગુનેગારને કોર્ટ સંકુલમાંથી પોલીસ સ્ટેશનને લઈ જતી હતી એ વખતે આ ગુનેગારના ૧પ થી ર૦ સાગરીતોએ ટોળું બનાવીને આરોપીને છોડાવી જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સાથે ઝપાઝપી કરતા પીએસઆઈની નેમ પ્લેટ પણ તૂટી ક્યાંક પડી ગઈ હતી.
આરોપીને સરકારી ગાડીમાં બેસાડીને લઈ જવા એક શખ્સ ગાડીની આગળ પણ ઉભો રહીને અડચણ પેદા કરી હતી. પોલીસ ઉપર હુમલો કરી ટોળા દ્વારા આરોપીને છોડાવી જવાનો પ્રયાસ કરાતા કોઈ કોર્ટ સંકુલમાં સનસનાટી મચી જવા પામી છે. અને હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે મૂળ યુપીના આગ્રામાં આવેલા ધનાશા ગામનો માથાભારે શબ્સ સંગ્રામસિંહ ઉર્ફે ટકલો રમેશસિંગ સિકરવા (રર) વ†ાલમાં સિલ્વર સીટી નજીક અવોલી દૃર્ગાનગર સોસાયટીમાં રહે છે.


સમગ્ર વિસ્તારમાં માથાભારે ગણાતા સંગ્રામ ઉર્ફે ટકલાએ કેટલાંક સમય અગાઉ ખૂન કર્યુ હતુ. ઉપરાંત અવારનવાર મારામારીના ગુના પણ તેના વિરૂધ્ધ નોંધાયા હતા. જેથી છેલ્લા આઠથી દસ મહિનાથી આ ટકલો સાબરમતી સેન્ટ્રલ જેલમાં હતો. દરમ્યાનમાં શુક્રવારે નિકોલ પોલીસ તેને લઈને ઘીકાંટા કોર્ટ ખાતે પહોંચી હતી. જ્યાં તેને જામીન મળ્યા હતા.

પરંતુ બીજી તરફ ગંભીર પ્રકારના ગુના સંગ્રામે આચર્યા હોવાથી તેને પાસા કરીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ પણ થયો હોવાથી નિકોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.વી.છાસટીયા તથા તેમની ટીમ સંગ્રામને લઈને કોર્ટ સંકુલમાં આવતા સંગ્રામના ૧પ થી ર૦ સાગરીતો ત્યાં હાજર હતા.

જેમણે જામીન મળી ગયા છે તો સંગ્રામને છોડતા કેમ નથી? એમ કહીને પીએેસઆઈ છાસટીયાની ટીમ સાથે માથાકૂટ કરી હતી. અને ધીમે ધીમે વાતાવરણ ઉગ્ર બનાવી તેમની સાથે ઝઘડો કરતા ટોળાનો ઈરાદો પારખી ગયેલા પીએસઆઈએ સંગ્રામને તુરત ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો. જા કે આ શખ્સોએ પોલીસની ટીમ ઉપર હુમલો કરી ઝપાઝપી કરી હતી જેના પગલે મામલો ઉગ્ર બની ગયો હતો.

તેમ છતાં પીએસઆઈએ સંગ્રામને ગાડીમાં બેસાડીને રવાના થતાં એક શખ્સ પોલીસની ગાડી સામે આવી ગયો હતો. જેના પગલે ગાડીના ચાલકે સમયસૂચકતા વાપરી રસ્તો આંતરનાર શખ્સને બચાવી લીધો હતો.  બાદમાં પીએસઆઈ છાસટીયાએ આ સમગ્ર ઘટના અંગે કારજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસની ફરજમાં અડચણ ઉભી કરનાર તમામ શખ્સો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

આ અંગે નિકોલ પીઆઈ અચ.બી.ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે ‘આરોપી સંગ્રામ ઉર્ફે ટકલા સામે નિકોલ તથા ઓઢવ પોલીસ સ્ટેશનમાં ખૂન અને મારામારીના ગુના નોંધાયેલા છે. ગઈકાલે પાસાની બજવણી માટે કોર્ટમાંથી પોસ સ્ટેશન લાવવાની કામગીરી દરમ્યાન આ ઘટના બની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઝપાઝપીમાં પીએસઆઈ છાસટીયાની નેમ પ્લેટ પણ તૂટીને પડી ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.