મૃતકને મૂકી આવતી શબવાહિનીએ શામળાજી ખોડંબા નજીક બળદગાડાને અડફેટે લેતા ખેડૂતનું મોત : બે બળદ ઈજાગ્રસ્ત
ભિલોડા: અરવલ્લી જીલ્લામાં વધુ એક રોડ અકસ્માતની ઘટનાના એક વ્યક્તિએ જીવ ખોવાનો વારો આવ્યો છે વાપીની એમ્બ્યુલન્સ હરિયાણા એક વ્યક્તિના મૃતદેહને મૂકીને પરત ફરી રહી હતી ત્યારે શામળાજી નજીક આવેલા ખોડંબા ગામ નજીક ખેતરમાંથી બળદગાડું લઈ ઘરે પરત ફરતા બળદગાડાને ટક્કર મારતા બળદગાડામાં સવાર ખેડૂતનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બે બળદો ઈજાગ્રસ્ત થયા હતા.
ઘર આગળ જ ખેડૂતનું અકસ્માતમાં ભોગ લેવાતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુક્યો હતો અક્સમાતના પગલે મોડાસા-શામળાજી રોડ પર ૪ કિમિ ટ્રાફિકજામ સર્જાયો હતો અકસ્માતના પગલે દોડી આવેલી શામળાજી પોલીસે ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, મોડાસા-શામળાજી રોડ પર આવેલા ખોડંબા ગામ નજીક ખેતરમાંથી બળદગાડું લઈ પરત ઘરે ફરતા પ્રભાભાઇ શામળભાઈ પટેલ ઘર નજીક પહોંચ્યા હતા શામળાજી તરફથી આવતી એમ્બ્યુલન્સે બળદગાડાને ધડાકાભેર અડફેટે લેતા બળદગાડું હંકારતા પ્રભાભાઇ બળદગાડાંમાંથી નીચે પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી બળદગાડા સાથે રહેલા બળદો પણ ઇજગ્રસ્ત થયા હતા ઘર નજીક અકસ્માત થતા ખેડૂતના પરિવારજનો અને ગ્રામજનોના ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અકસ્માતના પગલે ગ્રામજનોએ ખોડંબા ગામ નજીક બમ્પ બનાવવાની માંગ સાથે રોડ પર ચક્કાજામ કરતા સતત વાહનોથી ધમધમતા રોડ પર ૪ કિમિ ટ્રાફિકજામ થતા શામળાજી પોલીસ, મોડાસા રૂરલ પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનોને સમજાવી ચક્કાજામ પૂર્વરત કરાવ્યો હતો શામળાજી પોલીસે એમ્બ્યુલન્સ ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત નો ગુન્હો નોંધી અકસ્માત સર્જી ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ મૂકી ફરાર ડ્રાઈવરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.