મેમનગરમાં ચોથા માળેથી કૂદી મહિલાનો આપઘાત
અમદાવાદ: સોમવારે વહેલી સવારે મેમનગરમાં આવેલાં બહુમાળી એપાર્ટમેન્ટનાં ચોથા માળેથી મહિલા કૂદીને આપઘાત કરવાની ઘટના સામે આવી છે. સવારે ૯ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં હેમાબેન નામની ૩૯ વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર ચોથા માળે આવેલાં તેમનાં ફ્લેટમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાને પગલે જારદાર અવાજ થતાં ફ્લેટનાં રહીશો પણ ચોંક્યા હતાં અને એકત્ર થયા હતાં.
ઘટનાની જાણ થતાં ચકચાર મચી હતી અને કંટ્રોલરૂમમાં ફોન કરતાં યુનિવર્સિટી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઉપરાંત એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી. હાલમાં હેમાબેને આત્મહત્યા કયા કારણોસર કરી એ અંગેની તપાસ પોલીસ કરી રહી છે.