મોદીની સામે હુમલાના કાવતરાનો પર્દાફાશ થયો
મોદીની રામલીલા મેદાન રેલીને લઇને તૈયારી જારી- હવે સરહદપારથી જાડાયેલ મેસેજ પકડી પાડવામાં આવ્યા બાદ મોટા કાવતરાનો ખુલાસો
નવી દિલ્હી, નાગરિક સુધારા કાનુનની સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદની સામે મોટા ત્રાસવાદી કાવતરાનો ખુલાસો થયો છે. તેમની સામે હત્યાના કાવતરાને નિષ્ફળ કરવામાં આવ્યુ છે. ગુપ્તચર સંસ્થાઓ સાથે જાડાયેલા સુત્રોના કહેવા મુજબ ૨૨મી ડિસેમ્બરના દિવસે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે યોજાનારી મોદીની રેલીમાં અંધાધુંધી ફેલાવી દેવા અને રેલીમાં મોટા હુમલા કરવાની ખતરનાક યોજનાનો હવે પર્દાફાશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સાથે જાડાયેલા ત્રાસવાદી સંગઠનો મોદીની સામે હુમલા કરવા માટેના કાવતરા ઘડી રહ્યા છે. મોદીની સામે અને અન્ય મોટા નેતાઓને ટાર્ગેટ કરવાની યોજનાનો પણ ખુલાસો થયો છે.
ગુપ્તચર સંસ્થાઓએ કહ્યુ છે કે જેશ અને અન્ય કેટલાક ત્રાસવાદી સંગઠનો ઘાતક યોજના તૈયાર કરી રહ્યા છે. મોદી રામલીલા મેદાન ખાતે રેલીમાં સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલા અંગે માહિતી આપનાર છે. દિલ્હીની ગેરકાયદે કોલોનીને નિયમિત કરવા અને પોતાની સરકારની અન્ય યોજના અંગે માહિતી આપનાર છે. ત્રાસવાદી કાવતરાના સંબંધમાં માહિતી મળ્યા બાદ ગુપ્તચર સંસ્થાએ સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત કરવા અને એસપીજી તેમજ દિલ્હી પોલીસને કેટલીક ખાસ સુચના આપી છે.
આઇબી દ્વારા સુરક્ષા સંસ્થાઓને બ્લુ બુક મુજબ સુરક્ષાની ખાતરી કરવા માટે કહ્યુ છે. બ્લુ બુકમાં વડાપ્રધાનની કોઇ પણ યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના સંબંધમાં પુરતી માહિતી આપવામાં આવી છે.મોદી સરકારે બીજી વખત સત્તા સંભાળી લીધા બાદ એકપછી એક કઠોર નિર્ણય કર્યા છે. જેમાં કલમ ૩૭૦ની નાબુદી અને હવે નાગરિક સુધારા કાનુનનો સમાવેશ થાય છે. જેના કારણે કેટલાક લોકોમાં વ્યાપક નારાજગી જાવા મળી રહી છે. આવી Âસ્થતીમાં સુરક્ષા મજબુત રહે તે જરૂરી છે.