મોદી-શાહને સોગંધ વિધી માટે આમંત્રણ આપીશ: હેમંત સોરેન
રાંચી, રાજયમાં મહાગઠબંધનને બહુમતિ મળવાની સાથે જ કેબિનેટની રચના પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. રાજયમાં મુખ્યમંત્રી સહિત ૧૨ મંત્રી બનાવવાની જાગવાઇ છે આમ તો ગત સરકારમાં ૧૧ મંત્રીઓના સહારે જ પુરો કાર્યકાળ ચાલ્યો આ વખતે કોંગ્રેસ ઝામુમો અને રાજદે મળી બહુમતિનો આંકડો પાર ક્યો છે કેબિનેટ બનાવતી વખતે પક્ષીય Âસ્થતિ અને ધારાસભ્યોના વિસ્તારની સાથે સાથે અનુભવનું પણ ધ્યાન રાખવું પડશે.ઝામુમોમાં અનેક એવા ચહેરાઓએ સફળતા હાંસલ કરી છે જે પોતાના અનુભવના આધાર પર મંત્રી પદના દાવેદાર છે ઝામુમોના આઠ ચુંટાયેલા ધારાસભ્ય પહેલા પણ મંત્રી રહી ચુકયા છે.યુવા અને નવા ચહેરા પણ મત્રી પદની દાવેદારી કરી શકે છે.
આ દરમિયન હેમંત સોરેને કહ્યું કે જયારે અમે ચુંટણી મેદાનમાં હતાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ અહીં ચુંટણી પ્રચાર માટે આવ્યા તે સમયે આ અમારા માટે ભાજપના વરિષ્ઠતમ નેતા હતાં અમે તેમની વિરૂધ્ધ ચુંટણી લડી હતી આજે નરેનદ્ર મોદી દેશના વડાપ્રધાન છે અમિત શાહ ગૃહમંત્ર છે હું સોગંદવિધિ સમારોહમાં બંન્નેને સામેલ થવાની વિનંતી કરીશ તેમણે કહ્યું હતું કે સોગંદવિધિમાં રાહુલ ગાંધી હાજર રહેશે સોનિયા ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ તેઓ તબીયતને આધારે નિર્ણય લઇ શકે છે.
હેમંત સોરેને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો સમય માંગ્યો છે.રાજયપાલ દ્વારા સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યા બાદ સોરેન દિલ્હી જવા માટે રવાના થયા હતાં.અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત કરી હતી અને સોગંદવિધિ માટે આમંત્રણ આપ્યું હતું. સોરેને કહ્યું કે વડાપ્રધાન અને ગૃહ મંત્રીને મળીને આમંત્રણ આપશે. મારી દિલની ઇચ્છા છે કે બંન્ને નેતાઓ સોગંદવિધિમાં સામેલ રહે. હેમંતે કહ્યું કે વડાપ્રધાનને મળવાનો સમય મળ્યો તો તે ખુદ તેમને આમંત્રણ આપશે અને વિનંતી કરશે કે વડાપ્રધાન સોગંદવિધિમાં હાજર રહે એ યાદ રહે કે સૌથી મોટી જીત હાંસલ કર્યા બાદ ઝારખંડ મÂક્ત મોરચો,કોંગ્રસ અને રાષ્ટ્રીય જનતાદળના ગઠબંધનની સરકાર ૨૯ ડિસેમ્બરે રાંચીના એતિહાસિક મોરહાબાદી મેદાનમાં સોગંદ લેવા જઇ રહી છે.