Western Times News

Gujarati News

મોરબી દુર્ઘટના : કલેક્ટર દ્વારા નિયુક્ત અધિકારી 8 સપ્તાહમાં વળતરની રકમ નક્કી કોર્ટ સમક્ષ રજૂ કરે : HC

પ્રતિકાત્મક

મોરબી દુર્ઘટનાનો મામલો તદ્દન જુદો છે

હરણી બોટ કાંડના પીડિતોને મોટર વ્હીકલ એક્ટ મુજબ વળતર ચુકવવા હાઇકોર્ટનો મત

અમદાવાદ,
હરણી બોટ દુર્ઘટના મામલે થયેલી સુઓમોટો રિટ પિટિશનની સુનાવણીમાં શુક્રવારે હાઇકોર્ટે એવો મત વ્યક્ત કર્યાે હતો કે આ દુર્ઘટનાના મૃતક અને ઇજાગ્રસ્તોને મોટર વ્હીકલ એક્ટમાં વળતર માટેની જોગવાઇઓ મુજબનું વળતર ચુકવવું જોઇએ. બીજી તરફ રાજ્ય સરકારે એવો પ્રસ્તાવ રજૂ કર્યાે હતો કે મોરબીના પીડિતોને વળતર માટે ઓરેવાને જવાબદારી સોંપાઇ એવી જ કાર્યવાહી હરણી બોટ કાંડ માટે મેસર્સ કોટિયા પ્રોજેક્ટને સોંપવી જોઇએ. અલબત્ત, હાઇકોર્ટે વડોદરા કલેક્ટરને મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે વળતરની ચુકવણી માટે એક અધિકારીની નિમણૂક કરવાનો અને એ અધિકારીએ આઠ સપ્તાહમાં હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું કરીને વળતરની માહિતી આપવાનો આદેશ કર્યાે છે.

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સુનાવણી બાદ આદેશમાં નોંધ્યું હતું કે,‘વડોદરા કલેક્ટર પીડિતોની માહિતી મેળવવા માટેની તપાસ પૂર્ણ કરી છે. જે અંગેનો ચાર્ટ સોગંદનામા મારફતે રજૂ કરાયો છે. આ વિગતોને ધ્યાનમાં લેતાં કોર્ટનો મત છે કે મોટર વ્હીકલ એક્ટમા્‌ં માર્ગ અકસ્માતમાં થતાં મોત અ્‌ને ઇજામાં મળતાં વળતર મુજબ જ આ ઘટનાના મૃતકો માટેનું વળતર પણ નક્કી કરી શકાય છે. આ પ્રક્રિયા કરવા માટે વડોદરા કલેક્ટર એક નોમિનીની નિમણુક કરી, વળતર અંગેની રકમ નક્કી કરે. તે ઉપરાંત પીડિતોને લીગલ એઇડ પર પુરી પાડવામાં આવે. મેસર્સ કોટિયા પ્રોજેક્ટ પણ અધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરવા માટે લીગલ એક્સપર્ટની નિમણુક કરી શકે છે.

આઠ સપ્તાહમાં વળતર નક્કી કરીને કોર્ટ સમક્ષ સોગંદનામા સાથે રજૂ કરવામાં આવે.’ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટકોર કરી હતીકે મોટા ભાગે કુમળી વયના બાળકોનો દુર્ઘટનામાં ભોગ લેવાયો હતો. વળતરનો મુદ્દો કલેક્ટરે નક્કી કરવો જોઇએ. કલેક્ટરે એક અધિકારીની તમામ મૃતક બાળકોના વાલીઓની રજૂઆત બાદ વળતર નક્કી કરવામાં આવે. બીજી તરફ કોટિયા પ્રોજેક્ટસને દંડ રૂપે વળતરની ચુકવણી કરવાના આદેશ કરવા પીડિત પક્ષે માંગ કરી હતી.

ત્યારે હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે મોટર વ્હીકલ એક્ટ હેઠળ વળતર માટે ઇજા, ઉંમર, મૃત્યુને ધ્યાનમાં લઇને વળતરની જોગવાઇઓ છે, એ મુજબનું જ વળતર મળી રહે એવું હાઇકોર્ટ સુનિશ્ચિત કરી રહી છે. મોરબી દુર્ઘટનાનો મામલો તદ્દન જુદો છે. એમાં જે પુલ હતો એની ડિઝાઇનમાં ફોલ્ટ હતો, કેમ કે રિનોવેશનનું કોન્ટ્રાક્ટ કંપનીએ ખોટી રીતે આપ્યું હતું અને કંપનીએ બારોબાર પુલ ખુલ્લું મુક્યું હતું. જોકે અમે હરણી કાંડમાં પણ કંપનીને ક્લિન ચીટ આપી રહ્યા નથી. પરંતુ દરેક કેસમાં એક સમાન બાબતો ન હોઇ શકે. દરેકના તથ્યો જુદા હોય છે. આ કેસના પીડિતોને પણ વળતર મળવા પાત્ર જ છે, પરંતુ એનું મૂલ્યાંકન અલાયદી રીતે કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.