યુપીમાં ફીના કારણે એડમિટ કાર્ડ ન મળતાં વિદ્યાર્થીનો આપઘાત

શાળા ફી નહીં ભરવાને લીધે વિદ્યાર્થીને એડમિટ કાર્ડ ન આપ્યું હોવાનો આક્ષેપ
આર્થિક તંગીના કારણે એ પોતાના પુત્રની ફી ભરી શક્યા નહીં.
શાળાએ એડમિટ કાર્ડ ન આપતા વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યું હતું
પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાની એક શાળાના વિદ્યાર્થીને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાનું એડમિટ કાર્ડ આપવામાં આવ્યું નહીં, જેના કારણે વિદ્યાર્થીએ પોતાના ઘરની પાછળ એક વૃક્ષ પર લટકીને ગળાફાંસો ખાઇ લીધો હોવાની ઘટના બની છે. પોલીસના કહેવા પ્રમાણે વિદ્યાર્થી શાળાની ફી ભરી શક્યો નહીં, જેના કારણે શાળાએ વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાનું એડમિટ કાર્ડ આપ્યું નહીં, અને છેવટે વિદ્યાર્થીએ આપઘાત કરવાનું પગલું ભર્યું છે.
આ ઘટના રવિવારની મોડી રાત્રે અખૌ નોબસ્તા ગામમાં બની હતી. પોલીસે વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધાર પર શાળાના સંચાલક અને આચાર્યની સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. નૌબસ્તા ગામના રહેવાસી રાજેન્દ્રસિંહે ફરિયાદ નોંધાવી છે કે તેમનો પુત્ર શિવમસિંહ(૧૮) સાધુરી શિરોમણિ ઈન્ટર કોલેજમાં ઈન્ટરમીડિએટનો વિદ્યાર્થી હતો. આર્થિક તંગીના કારણે એ પોતાના પુત્રની ફી ભરી શક્યા નહીં. શાળાએ એડમિટ કાર્ડ ન આપતા વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યું હતું.SS1