Western Times News

Gujarati News

રાજયમાં હજુ કાતીલ ઠંડી પડશે

ઝુંપડામાં રહેતા ગરીબ વર્ગ અને વૃધ્ધોની હાલત કફોડીઃ તાપમાનનો પારો વધુ ર થી ૪ ડીગ્રી ઘટશે

(પ્રતિનિધિ) અમદાવાદ: ઉત્તરપૂર્વના સુસવાટાભર્યા પવનને કારણે અમદાવાદ સહિત સમગ્ર રાજય ઠંડીથી ઠંડુગાર બની ગયું છે. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ બે-ત્રણ દિવસ ગુજરાતમાં કોલ્ડ વેવ રહેશે. હાડ થીજાવતી ઠંડીને કારણે લોકો ગરમી મેળવવા તાપણાનો તથા હીટરનો આશરો લઈ રહેલા જાવા મળી રહ્યા છે શીત પવન તથા હાડ થીજવતી ઠંડીને કારણે રસ્તાઓ ઉપર ટ્રાફિક નહિવત જાવા મળી રહ્યો છે.


તીડના આક્રમણથી હજુ ખેડૂતોને કળ વળી નથી ત્યાં સાધારણ વરસાદ પડશે અથવા ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની આગાહીથી ખેડૂતો ખૂબ જ ચિંચિત બન્યા છે. ઠંડા પવન તથા કાતિલ ઠંડીએ જનજીવન તો પ્રભાવીત કર્યું જ છે પરંતુ તેની અસર રેલ્વે તથા ખાસ કરીને હવાઈ ઉડ્ડયન પર ઘેરી અસર પડી છે ખરાબ હવામાનને કારણે મોટાભાગની ફલાઈટો મોડી થઈ રહી છે.

શહેરમાં રાત્રિ બજારોમાં પણ ઠંડીની અસર જાવા મળી રહી છે ગરમ કપડાઓમાં વિંટળાયેલ ખાણી-પીણીના શોખીનોની સંખ્યમાં પણ સામાન્ય દિવસો કરતા ઓછી જાવા મળી રહી છે. ઠંડીને કારણે બજારોમાં દુકાનો પણ મોડી ખુલી રહી છે તડકો જણાય ત્યાં લોકો શરીરને ગરમી મેળવવા માટે ઉભા રહેલા જાવા મળે છે ચાની લારી કે હોટલોમાં પણ ચાની ચુસ્કી લેવા સવારે સારી ભીડ જાવા મળી છે. શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો જાવા મળે છે પરંતુ ડુંગળી- બટાકાના ભાવોમાં ઘટાડો જાવા મળતો નથી.

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ, તથા ગુજરાતમાં ઠંડો પવન ફુંકાશે સાથે ઉષ્ણતામાનમાં ઘટાડો થશે આજે સૌથી ઓછુ ઉષ્ણતામાન નલિયામાં નોંધાયુ છે જે ૩.૬ છે ગુજરાતનું સૌથી વધુ ઠંડુગાર નલિયા છે. ડીસામાં ૭.પ તથા ભુજમાં ૯ ડીગ્રી તાપમાન નોંધાયું છે. અન્ય શહેરોનું તાપમાન કંડલા ૯.૭, રાજકોટ ૧૦.૩, વડોદરા ૧૧.પ, ભાવનગર ૧૪, પોરબંદર ૯, સુરેન્દ્રનગર ૧૦.૬, ગીરનાર પ.ર. ગુજરાતમાં ઠંડીના વધતા ચમકારાથી જનજીવન પ્રભાવીત બન્યું છે. બનાસકાંઠામાં પણ હાડ થીજવતી ઠંડી છે આબુ-૧. તથા દાલ સરોવર થીજી ગયું હોવાને કારણે પર્યટકો પ્રવાસનો આનંદ માણી શકતા નથી. ગુજરાતમાં ઠંડી સાથે ઘણે ઠેકાણે ધુમ્મસની ચાદર પથરાયેલી પણ જાવા મળી રહી છે. જયારે જયપુરમાં તથા મધ્યપ્રદેશમાં ભારે ઠંડી પડી રહી છે.


દિલ્હી સહિત ઉત્તર ભારતમાં પણ તીવ્ર ઠંડીનો ચમકારો હોવાનું જાણવા મળે છે ધુમ્મસના કારણે વીઝીબીલીટી ઓછી હોવાને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે દિલ્હીના ઈન્ડીયા ગેટ પાસે ભારે ધુમ્મસ છવાઈ ગયું છે. મોસમના બદલાયેલ મિજાજને કારણે ઉત્તર ભારત, બિહાર, તથા જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીને કારણે જનજીવન પ્રભાવીત થયું છે પર્યટકો માટે આનંદ માણવા માટેના સ્થળ મનાલીમાં- ર ઉષ્ણતામાન હોવાથી પર્યટકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

મધ્યપ્રદેશ તથા કચ્છમાં પણ ઠંડીનું જાર વધુ રહ્યું હોવાના સમાચાર છે દિલ્હીનું આજનું ઉષ્ણતામાન ૧.૭ ડીગ્રી જયારે જયપુરમાં ૧.૪ ઉષ્ણામાન નોંધાયું છે.
જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલ ભારે હીમવર્ષા શ્રીનગરમાં આજે-૬ ઉષ્ણતામાન નોંધાયું છે જયારે ગુલમર્ગમાં ૬.૬, લેહમાં ર નોંધાયુ છે. દ્વાસમાં – ર૮.
બદ્રીનાથ તથા કેદારનાથનો સમગ્ર વિસ્તાર બરફથી છવાઈ ગયો છે. સિક્કિમમાં ભારે બરફ વર્ષા થઈ રહ્યાના સમાચાર છે. કારગીલમાં – ર૪ જયારે બદ્રીનાથમાં -૧૩, પહેલગાવમાં ૧ર-૦૭ ઉષ્ણતામાન નોંધાયું છે. ગુજરાત સહિત સમગ્ર ભારત ઠંડીની લપેટમાં લપેટાઈ ગયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર સીસ્ટમને કારણે ગુજરાતમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના વાતાવરણમાં આવેલ નાટકીય પલ્ટાથી મોટાભાગના વિસ્તારોમાં વાદળો છવાયા છે. માવઠા તથા વાદળો ઘેરાયા પછી ગુજરાતમાં તાપમાનનો પારો વધુ ર થી ૪ ડીગ્રી ઘટશે. આ પરિસ્થિતિમાં  ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે. તીડના આક્રમણથી ઉભા પાકને નુકશાન થયું છે અને હવે માવઠાની આગાહીથી ખેતીને ફરી નુકશાન થવાની દહેશત સેવાઈ રહી છે આ ઉપરાંત ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ ઘરના નાગરીકો તથા વૃધ્ધો અને બાળકોની હાલત ઠંડીને કારણે કપરી બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.