રાજ્યની સૌથી મોટી અને જૂની અખંડાનંદ આયુર્વેદ હાસ્પિટલનું નવીનીકરણ થશે
અમદાવાદ: અમદાવાદની પ્રતિષ્ટિત અને ૫૫ વર્ષ જૂની રાજ્યની સૌથી જૂની જર્જરિત અખંડાનંદ આર્યુવેદિક હાસ્પિટલ તોડીને નવી અત્યાધુનિક આર્યુવેદિક હાસ્પિટલ બનાવવામાં આવશે. જ્યારે અખંડાનંદ કાલેજના બિલ્ડિંગ પાસે આવેલી હેરિટેજ મસ્જિદની પાસે હોવાના કારણે તે બિલ્ડિંગને તોડવું અશક્ય હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું છે.
જેને લઈને તેમણે પુરાતત્વ વિભાગના અધિકારીઓને સાથે રાખીને જર્જરિત કાલેજ અને હાસ્પિટલા બિલ્ડિંગનું નિરિક્ષણ કર્યું હતું. રાજ્યમાં અનેક આર્યુવેદિક હાસ્પિટલ કાર્યરત છે અને રોજ હજારો દર્દીઓ હાસ્પિટલમાં સારવાર માટે આવે છે ત્યારે અમદાવાદની ૧૯૬૫માં બનેલી અખંડાનંદ આર્યુવેદિક કાલેજ અને હાસ્પિટલું બિલ્ડિંગ હાલ જર્જરિત બની ગયું છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગને મળેલી અનેક ફરિયાદોને પગલે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે આ કાલેજ અને હાસ્પિટલ બિલ્ડિંગની મુલાકાત લીધી હતી.
દરેક વોર્ડમાં તેઓએ મુલાકાત લીધી દર્દીઓ સાથે પણ વાતચીત કરી હતી. સાથે સાથે બિલ્ડિંગની જર્જરિત ઈમારત અંગે હાસ્પિટલા સત્તાધીશો, આયુષના ડાયરેક્ટર, પુરાતત્વ વિભાગના અધિકારીઓને સાથે રાખી નિરિક્ષણ કર્યું હતું. કાલેજનું બિલ્ડિંગ પાસે આવેલી હેરિટેજ મસ્જિદની પાસે હોવાના કારણે તે બિલ્ડિંગને તોડવું અશક્ય છે જ્યારે હાસ્પિટલું બિલ્ડિંગ પુરાતત્વના નિયમ મુજબ ૧૦૦ મીટરની બહાર આવતું હોઈ અખંડાનંદ આર્યુવેદિક હાસ્પિટલ તોડીને નવી અત્યાધુનિક આર્યુવેદિક હાસ્પિટલ બનાવવાની વિચારણા કરાઈ છે.
નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું કે ‘આ બિલ્ડિંગ હાસ્પિટલ અને કાલેજ બે વિંગમાં છે. સદનસીબે હાસ્પિટલું બિલ્ડિંગ પુરાતત્વ વિભાગના નિયમ મુજબ ૧૦૦ મીટરની બહાર આવે છે. જેથી કાલેજનું બિલ્ડિંગ ૧૦૦ મીટરની અંદર હોઈ તેને તોડીને નવું બનાવવું અશક્ય છે. પણ હાસ્પિટલું બિલ્ડિંગ ૧૯૬૫માં બનેલું છે જેથી નવી આર્યુવેદિક ચિકિત્સા પદ્ધતિ મજુબ સારી સુવિધા દર્દીઓને આપવા પ્રાથમિક વિચાર કર્યો છે કે હાસ્પિટલું બિલ્ડિંગને તોડીને નવું બનાવવા વિચારણા કરી રહ્યાં છીએ.