Western Times News

Gujarati News

રામોલમાં છૂટાછેડા બાદ પણ પતિ સાથે રહેવા માંગતી યુવતિએ હાથની નસ કાપી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં રહેતી યુવતિના કેટલાંક સમય અગાઉ લગન થયા હતા. બાદમાં દંંપત્તિ વચ્ચે અણબનાવ થતાં પતિએ હાલમાં છૂટાછેડા આપી દે આપણે પછી લગ્ન કરી લઈશુ. એમ કહેતા પત્નીએ છૂટાછેડા આપ્યા હતા. જા કે થોડો સમય બાદ પતિએ મે ફેરવી લેતા પત્નીએ પોતાના હાથની નસ કાપી લેતા મામલો રામોલ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે દિપીકાબેન વિનુભાઈ મકવાણા (પુષ્પ હાઈટ્‌સ, રામોલ રીંગ રોડ) ખાતે રહે છે. જેમના લગ્ન રવિ રામજી જાદવ (લક્ષ્મીનગર, જશોદાનગર) સાથે થયા હતા. જા કે લગનના થોડા જ સમયમાં પતિ-પત્ની વચ્ચે અવારનવાર ખટરાગ થતો હતો. જેના પગલે દિપીકાબેન પોતાના પિયર આવી ગયા હતા. બાદમાં રવિભાઈને તું મને હાલ છૂટાછેડા આપી દે, બાદમાં હું તારી સાથે ફરીથી લગ્ન કરીશ. જેથી બંન્નનો ફેબ્રુઆરી, ર૦૧૯માં છૂટાછેડા થયા હતા. જેના પછી રવિભાઈ તથા દિપીકાબેન અવારનવાર મળતા અને ફોન પર પણ વાતચીત કરતા હતા.

જા કે ઘણા સમયથી દિપીકાબેન રવિને પોતાના ઘરે લઈ જવાનું કહેતા રવિએ નવેમ્બર મહિનામાં લગ્ન કરવાનો ઈન્કાર કર્યો હતો. અને વાતચીત કરવાની પણ બંધ કરી દેતા માનસિક રીતે પડી ભાંગેલા દિપીકાબેન મંગળવારે બપોરે સાડા બાર વાગ્યાના સુમારે ઘરે એકલા હતા એ સમયે રૂમ લોક કરીને હાથ પર બ્લેડના લીટા મારી દીધા હતા. પરિવારે બાદમાં અભયમ તથા રામોલ પોલીસને જાણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.