રામ મંદિર નિર્ણય સામે દાખલ કરેલી 18 રિવ્યૂ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે અયોધ્યા સ્થિત રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં દાખલ કરેલી 18 રિવ્યૂ પિટિશને ફગાવી દીધી છે. ગુરુવારે જે પાંચ જજોની બેન્ચે સુનાવણી કરી હતી તેમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) એસ.એ.બોબડેની અધ્યક્ષતામાં જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ. જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્ના સામેલ હતા. પહેલા આ બેન્ચમાં જસ્ટિસ રંજન ગોગોઈ પણ હતા. જોકે તેમની નિવૃત્તિ પછી તેમના સ્થાને જસ્ટિસ સંજીવ ખન્નાનો સમાવેશ કરાયો હતો.
આ મામલે સૌથી પહેલા 2 ડિસેમ્બરે પ્રથમ પુર્નવિચાર અરજી એમ સિદ્ધિકીના કાનૂની વારિસ મૌલાના સૈયદ અશહદ રશિદીએ દાખલ કરી હતી. આ પછી 6 ડિસેમ્બરે મૌલાના મુફ્તિ હસબુલ્લા, મોહમ્મદ ઉમર, મૌલાના મહફુઝર રહમાન, હાજી મહબુબ અને મિસબાહુદ્દીને દાખલ કરી હતી. આ બધી પુર્નવિચાર અરજીને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું સમર્થન પ્રાપ્ત છે. આ પછી 9 ડિસેમ્બરે બે પુર્નવિચાર અરજી દાખલ કરવામાં આવી હતી