રાયખડ નજીક સિગ્નલ તોડી ભાગવા જતાં રીક્ષા ચાલકે પોલીસ જવાનને અડફેટે લીધો
અમદાવાદ : વિક્ટોરીયા ગાર્ડન નજીક ફરજ બજાવતાં ટીઆરબી જવાને રીક્ષા ચાલકને રોકવા જતા ચાલક તેને ટક્કર મારી દીધી હતી જેના પગલે ફંગોળાયેલા જવાને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. ઈ ડિવીઝન ટ્રાફીક પોલીસમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા રાકેશ પરમાર (રાણીપ) બુધવારે સવારે અગિયાર વાગ્યાના સુમારે રાયખડ ચાર રસ્તા નજીક સિગ્નલ ભગ કરી ભાગવા જતા રીક્ષા ચાલકને રોકવા ગયા હતા.
જા કે ચાલકે પુરપાર ઝડપે રીક્ષા દોડાવી રાકેશભાઈને ટ્કકર મારી હતી જેના પગલે તે રસ્તા પર પટકાયા હતા માથા તથા શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી આ ઘટના બાદ અન્ય જવાનો તથા રાહદારીઓ એકત્ર થઈ ગયા હતા અને રીક્ષા ચાલકે પણ ઝડપી લીધો હોત તથા રાકેશભાઈને વીએસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા રીક્ષા ચાલક રાજેન્દ્ર ભારતી ઓઢવ રીગ રોડ નામનો વ્યક્તિ હોવાનો બહાર આવ્યુ છે પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.