વટવામાં લુંટેરી દુલ્હન લગ્નમાં બીજા જ દિવસે બે લાખની મતા લઈ રફૂચક્કર
ટોળકી આણંદ ની હોવાની જાણ થતા વટવા પોલીસ સક્રીય |
અમદાવાદ: અમદાવાદ શહેર લગ્ન વાંરછુક યુવકને ફસાવીને ટોળકી દ્વારા તેના લગ્ન કરાવ્યા બાદ રાતોરાત ઘરમાંથી કિમતી મતા અને રોકડ રકમ ચોરી જતી લુંટેરી દુલ્હનનો વધુ એક કિસ્સો સામે આવતાત ચકવાર મચી છે વટવામાં રહેતા યુવાને આણંદની ટોળકીએ ફસાવ્યો હતો જા કે લગ્નના બીજા જ દિવસે દુલ્હન બે લાખની મતા લઈને ગાયબ થઈ ગઈ છે.
ફરીયાદી પુજાલા (ઓમ શાતિનગર વટવા) શિક્ષીકા તરીકે નોકરી કરે છે તેનમા નણંદનો દિકરો શૈલેનદ્રસિહે તેમની સાથે જ રહે છે શૈલેન્દ્ર લગ્ન કરવાના હોઈ છોકરીની શોધમાં હતા એક વખતે તેમના ગોર મહારાજે આણણદની છોકરીની વાત કરતા તમામ પરીવાર આણંદ બોરસદના કંકાપુર ગામે ઉર્મીલા નામની યુવતીને જાવા ગયા હતા
બાદમા યુવતીના મામા રમેશ પરમાર ચકુમાસી, ભરત ઠાકોર, તથા મયંક મકવાણણા નામના શખ્શો ત્યા હાજર હતા શૈલેન્દ્ર તથા ઉર્મિલાએ એકબીજાને પસદ કરી લેતા લગ્નનુ નક્કી થયુ હતુ આ અંગે એક લાખ રૂપિયા આપવાની વાત થઈ હતી જે રૂપિયા તેમણે બેકના ભરી દેતા ૧૮ તારીખે મિર્જાપુર આર્ય સમાજના બંનેના લગ્ન કરવામાં આવ્યા હતા જા કે મોડી રાત્રે ઉર્મિલા ઘરમાથી દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી બાદ મા પરીવારને સવાર જાણ થતા જ તમામ ચોકી ગયા હતા અને વટવા પોલીસ સ્ટેશનમાં લુંટેરી દુલ્હન તથા એની ટોળકી વિરુદ્ધ ફરીયાદ નોધાવી હતી.