વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ તરીકે ફરીથી પી. ડી. પટેલની વરણી
વલસાડ:બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના નિર્દેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્ય ના તમામ તાલુકા જિલ્લા ના વકીલ મંડળો ની એકસાથે તારીખ 21/12/2019 ના રોજ ચૂંટણી યોજવાના કાર્યક્રમ સંદર્ભે વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળ ની પણ ચૂંટણી નો કાર્યક્રમ પ્રમુખશ્રી પી.ડી.પટેલે જાહેર કરેલ. ચૂંટણી કમિશ્નર તરીકે શ્રી છોટુભાઈ પ્રજાપતિ તથા શ્રી નિષિધભાઈ મસરાણી ની વરણી કરવામાં આવી હતી.
ચૂંટણી કમિશ્નરશ્રી એ જાહેર કરેલ ચૂંટણી કાર્યક્રમ અનુસાર વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળ ના પ્રતિષ્ઠાભર્યા પ્રમુખશ્રી ના હોદ્દા માટે છેલ્લા 15 વર્ષ થી સતત ચાલી આવેલ અને 13 વર્ષ થી બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાતા આવેલ શ્રી પી.ડી.પટેલે ફરીથી પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવેલ જેમની સાથે કોઈપણ વકીલ મિત્રોએ ઉમેદવારી ના નોંધાવતા આજરોજ શ્રી પી.ડી.પટેલ ને ફરીથી બે વર્ષ ની મુદત માટે બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
આજ રીતે ઉપ-પ્રમુખ તરીકે શ્રી રાકેશભાઈ બી.પટેલ તથા સેક્રેટરી તરીકે શ્રી મનીષભાઈ રાણા તથા જો-સેક્રેટરી તરીકે શ્રી કમલેશભાઈ પરમાર તથા ટ્રેઝરર તરીકે શ્રી રાકેશભાઈ ચાંપાનેરિયા તથા લાઇબ્રેરીયન તરીકે (1) શ્રી જયંતીભાઈ પટેલ તથા (2) શ્રી કિરણભાઈ લાડ તથા ઈ-લાઇબ્રેરીયન તરીકે શ્રી પુનમસિંગ ઇન્ડા તથા (2) શ્રી રોનક્ભાઇ પટેલ નાઓ એ પણ ઉમેદવારી નોંધાવેલ તેઓની સામે પણ કોઈ ઉમેદવારીપત્ર ના આવતા તેઓ સૌ ને પણ બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે. વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળ ના પ્રમુખ તરીકે છેલ્લા 15 વર્ષથી ( 13 વર્ષથી બિનહરીફ ) શ્રી પી.ડી.પટેલ બિરાજમાન છે.
શ્રી પી.ડી.પટેલ ગુજરાતના એંશી હજાર વકીલો ની માતૃસંશ્થા એવી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માં વાઇસ-ચેરમેન તરીકે તથા હાલમાં શિષ્ટ સમિતિના ચેરમેન તથા વિવિધ સમિતિઓના સભ્ય તરીકે પણ ફરજ બજાવી રહેલ છે.
શ્રી પી.ડી.પટેલે વલસાડ જિલ્લાના વકીલો માટે વેલ્ફેર યોજના ચાલુ કરી સતત વકીલ મિત્રોની મદદ માટે તત્પર રહી ખુબજ ચાહના મેળવેલ છે. તેમની ફરીથી બે વર્ષ ની મુદત માટે પ્રમુખશ્રી તરીકે બિનહરીફ વરણી થતાં વલસાડ જિલ્લાના વકીલો એ તેમને તથા તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.