Western Times News

Gujarati News

વાડજમાં રૂપિયાની ઉઘરાણી કરતાં યુવાનને બે શખ્સોએ જીવતો સળગાવ્યો

અમદાવાદ: શહેરનાં વાડજ વિસ્તારમાં શ્રમજીવી યુવાને કેટલાંક સમય અગાઉ કરેલાં કલરકામનાં રૂપિયા માંગતા બે શખ્સોએ તેનાં ઘરે પહોંચી જઈને તેની સાથે ઝઘડો કર્યાે હતો. ઊપરાંત ઉશ્કેરાયેલા બંને ઈસમોએ યુવાન ઉપર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપતા યુવાન ભડભડ સળગવા લાગ્યો હતો. બુમાબુમ કરતો યુવાન ભાગમભાગ કરતાં સળગતાં યુવાનને જાઈ પેલાં સ્થાનિકો પણ ગભરાયા હતા.


બાદમાં કેટલાં જાગૃત રહીશોએ તેને આગ બુઝાવીને ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં  મોકલી આપ્યો હતો. જ્યારે બંને શખ્સો યુવાનને જીવતો સળગાવ્યા બાદ ત્યાંથી ભાગી છુટ્યા હતા. હોસ્પિટલમાં  બિછાનેથી યુવાને પોલીસ ફરીયાદ કરતાં વાડજ પોલીસનાં સ્ટાફે આ ચકચારી ઘટનાનાં આરોપીઓને અટક માટે રાતભર શોધખોળ આદરી છે. બીજી તરફ પોતાનો મહેનતનાં રૂપિયા માંગવા ગયેલાં યુવાનને જીવતો સળગાવવાની ઘટનાની વાત વાયુવેગે સમગ્ર વિસ્તારમાં ફેલાતાં સ્થાનિક રહીશોમાં પણ રોષની લાગણી પ્રગટી છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશનાં ભીંડ જીલ્લાનાં રહેવાસી જ્ઞાનસિંહ આશારામ જાદવ છેલ્લાં કેટલાંક સમયથી અમદાવાદ શહેરમાં સ્થાયી થયા હતા અને નવા વાડજ રામાપીરનાં ટેકરા નજીક આવેલી જલાભાઈની ચાલીમાં રહેતા હતા. કલરકામ કરી પોતાનું ગુજરાન પુરૂ પાડતાં જ્ઞાનસિંહને તેમની નજીક રહેતાં સોનું તથા અનીલ (બંને રહે.રબારી વસાહત, રામાપીરનો ટેકરો)નવા વાડજની સાથે ઓળખાણ થઈ હતી.

૪૨ વર્ષીય જ્ઞાનસિંહને સોનું પાસેથી રૂપિયા લેવાનાં નીકળતાં હતા. જા કે છેલ્લાં કેટલાય સમયથી સોનું તેને વાયદાં બતાવતો હતો. અવારનવાર રૂપિયાની માંગણી કરવા છતાં સોનું રૂપિયા આપવાનાં બદલે જ્ઞાનસિંહ સાથે ઝઘડો કરતો હતો.

દરમિયાન મંગળવારે સવારે સાડા છ વાગ્યાનાં સુમારે જ્ઞાનસિંહ કલરકામનાં કોન્ટ્રાક્ટર સોનુંના ઘરે પોતાની લેણી રકમ લેવા જતાં સોનુએ હું રૂપિયા નથી આપવાનો તારાથી થાય એ કરી લે કહીને તેની સાથે ઝઘડો કરતાં જ્ઞાનસિંહ ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ આશરે સાત વાગ્યાંના સુમારે સોનું તથા અનિલ બંને જ્ઞાનસિંહનાં ઘરે આવ્યા હતા અને સોનુએ મારા ઘેર રૂપિયા માંગવા કેમ આવ્યો હતો કહીને ફરી એક વખત ઝઘડો કરી જ્ઞાનસિંહ સાથે મારામારી કરી હતી. આ સમગ્ર ઝઘડા દરમિયાન અનિલે કેરોસીન ભરેલો ડબ્બો સોનુને આપતાં તેમણે જ્ઞાનસિંહ ઊપર કેરોસીન છાંટી દીધું હતું.


હેબતાઈ ગયેલાં જ્ઞાનસિંહ પોતાનો જીવ બચાવે એ પહેલાં જ સોનુએ દિવાસળી ચાંપી દેતાં જ્ઞાનસિંહ ભડભડ સળગવા લાગ્યા હતાં. અકલ્પ્ય બળતરા થતાં જ્ઞાનસિંહે ઘરની બહાર દોટ મુકી હતી. સવારે સાત વાગ્યાનાં સુમારે આસપાસનાં રહીશો હજુ જાગ્યા જ હતા. ત્યાં આ દૃશ્ય જાતાં જ લોકો પણ ડરી ગયા હતા અને સળગી રહેલાં જ્ઞાનસિંહની આગ બુઝાવવા પ્રયત્નો કર્યા હતા. આ દૃશ્ય જાઈ ચાલીનાં રહીશોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. અને એમ્બ્યુલન્સમાં જ્ઞાનસિંહને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા.

બીજી તરફ સોનુ અને અનિલ આ ઘટનાને અંજામ આપ્યા બાદ ત્યાંથી ભાગી છુટ્યા હતા. સિવિલ હોÂસ્પટલ દ્વારા જાણ કરવામાં આવતાં વાડજ પોલીસ પણ તાબડતોબ દવાખાને પહોંચી ગઈ હતી. અને ગંભીર રીતે દાઝી ગયેલાં જ્ઞાનસિંહ સાથે વાત કરતાં તેણે મુશ્કેલીથી સમગ્ર આપવીતી વર્ણવી હતી. સામાન્ય બાબતમાં બંને આરોપીઓએ કરેલાં કૃત્યને સાંભળી પોલીસ પણ હચમચી ગઈ હતી અને ફરાર થઈ ગયેલાં બંને આરોપીઓને ઝડપી લેવા માટે શોધ આદરી હતી. આ ઘટનાની જાણ તાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે અને નાગરીકોએ પોતાનો રોષ પ્રકટ કર્યાે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.