Western Times News

Gujarati News

વાહનોના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓકશન પ્રોસેસ  ૧૬ ડિસે.થી શરૂ થશે

પ્રતિકાત્મક

  • ટુ-વ્હીલર વાહનો માટે નવી સીરીઝ GJ-18-DH-0001 થી 9999
  • એલ.એમ.વી. કારની સીરીઝ GJ-18-BM માટે રી-ઓક્શન
  • તા. ૨૩ ડિસેમ્બર ૨૦૧૯થી બિડિંગ કરી શકાશે

ગાંધીનગર એ.આર.ટી.ઓ. કચેરી ખાતે વાહનોના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓકશનની પ્રક્રિયા આગામી તા.૧૬ ડિસેમ્બરથી શરૂ થશે. ગાંધીનગર એઆરટીઓ કચેરી દ્વારા ટુ વ્હીલર વાહનો માટે નવી સીરીઝ  GJ-18-DH-0001 થી 9999 માટે ઓકશન અને એલ.એમ.વી. કારની  સીરીઝ GJ-18-BM  માટે રી-ઓક્શન કરવામાં આવશે.

ઇ-ઓકશનની પ્રક્રિયામાં ઓનલાઈન અરજી તા.૧૬ ડીસેમ્બર ૨૦૧૯ થી ૨૨ ડિસેમ્બર ૨૦૧૯ સુધી કરી શકાશે. ઇ-ઓકશનની પ્રક્રિયામાં તારીખ ૨૩ ડિસેમ્બર ૨૦૧૯ થી તારીખ ૨૫ ડિસેમ્બર ૨૦૧૯ રાત્રિના ૧૨-૦૦ કલાક સુધી બિડિંગ કરી શકાશે. આ ઇ-ઓકશનનું પરિણામ તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૧૯ બપોરના ૩-૦૦ કલાક સુધી જાહેર કરવામાં આવશે.

આ ઇ-ઓકશનમાં ભાગ લેવા ઇચ્છુક અરજદાર વધુ માહિતી વેબસાઇટ www.parivahan.gov.in પરથી મેળવી શકશે. અરજદારોએ હરાજીની બિડિંગ પ્રક્રિયા દરમિયાન વખતો-વખત રૂપિયા ૧૦૦૦ના ગુણાંકમાં વધારો કરવાનો રહેશે. ટુ વ્હીલર તથા ફોર વ્હીલર માટે સિલ્વર તથા ગોલ્ડન નંબર માટે અરજદારોએ જરૂરી બેઈઝ પ્રાઇસ ચુકવવાની રહેશે.

આ હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારોને બાકીના નાણાં પાંચ દિવસમાં ભરપાઈ કરવા માટે SMS કે E-mailથી જાણ કરવામાં આવશે. હરાજીમાં નિષ્ફળ ગયેલા અરજદારોને નાણાંની પરત ચુકવણી અરજદારોએ જે modeથી ચુકવણું કર્યુ હશે તે જ modeથી કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.