શામળાજી RTO ચેકપોસ્ટ બંધ થતા ડિટેઇન થયેલ વાહનચાલકોની ઉંઘ હરામ
રતનપુર:આરટીઓ તંત્રએ રતનપુર ચેકપોસ્ટ પર દંડાત્મક કાર્યવાહી કરાયેલ અને ચેકપોસ્ટ નજીક જપ્ત કરી મૂકી રાખેલ ખાનગી બસ, ટ્રક સહીત અન્ય વાહનો માંથી એસેસરીઝ,ટાયરો અને સ્પેર પાર્ટસની અસામાજિક તત્વોએ લૂંટ ચલાવતા વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ચેકપોસ્ટ પર પડેલા વાહનોની સલામતી માટે બંદોબસ્ત કરવામાં આવેની માંગ વાહનચાલકોમાં માંગ ઉઠી છે
રાજયની 16 આરટીઓ ચેક પોસ્ટો એકાએક બંધ કરી દેવાઈ છે. 20મી નવેમ્બરની મધ્યરાત્રીએથી બંધ કરી દેવાયેલી આ ચેક પોસ્ટો ઉપર ડીટેઈન કરાયેલા વાહનો કે આર.ટી.ઓ.કચેરીની સુરક્ષા માટે કોઈ જ સુરક્ષા બંદોબસ્ત ન કરાતાં હાલ તસ્કરો આવી બંધ ચોકીઓને નિશાન બનાવી રહયા છે.
શામળાજી ખાતેની આરટીઓ ચેકપોસ્ટ ઉપર હાલ કબ્જે રખાયેલા વાહનોના ટાયરો,પાર્ટસ અને એસેસરીઝની ચોરી થઇ હોવાની સામે આવ્યું છે.જયારે આસપાસના લોકો જરૃરી બંદોબસ્ત ગોઠવવા માંગ કરી રહયા છે.
રાજયની આર.ટી. ઓચેક પોસ્ટો ઉપર વાહન ચાલકોને ભોગવવી પડતી પરેશાની ને નામે 16 આરટીઓ ચેક પોસ્ટ 20મી નવેમ્બરથી રાજય સરકારે બંધ કરી દીધી. પરંતુ નિર્ણય બાદ ઉતાવળે આ ચેક પોસ્ટોને રાતોરાત ખંભાતી તાળા લગાડી દેવાતા લાખ્ખો રૃપિયાના વાહનો,ચેક પોસ્ટ બીલ્ડીંગ અને અન્ય સાધન સામગ્રી રણીધણી વગરની બની રહી.દેશની પ્રથમ ડીઝીટલ શામળાજી આર.ટી.ઓ.ચેક પોસ્ટ પણ આ નિર્ણય હેઠળ બંધ કરી દેવાઈ.
પરંતુ ચેક પોસ્ટ સ્થળે રખાયેલ ડીટેઈન કરાયેલા વાહનો કે વિભાગની માલ-મિલક્તની રખેવાળી કરવાનું વિભાગ જ જાણે વિસરી ગયો હોય એમ હાલ રામ ભરોસે છોડી દેવાઈ છે. શામળાજી ચેક પોસ્ટને બંધ કરાયે છ દિવસ થયા પરંતુ આ છ દિવસોમાં ચેક પોસ્ટ પર ડીટેઈન કરી રખાયેલ વાહનોના ટાયરો,પાર્ટ અને એસેસરીઝ ની મોટાપાયે ચોરી વકરી રહી છે.વાહનોમાંથી ચોરાતા દાગીના (સ્પેર પાર્ટસ) ના બનાવને લઈ આસપાસ ના પ્રજાજનોએ સત્વરે આ ચેક પોસ્ટ ઉપર સુરક્ષા બંદોબસ્ત ગોઠવવા માંગ ઉઠાવી છે.