Western Times News

Gujarati News

શાહીબાગમાં લગ્ન પ્રસંગે સશસ્ત્ર ટોળાનો હુમલો

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ: શાહીબાગ વિસ્તારમાં આવેલી મણિલાલ મુખીની ચાલીમાં ગઈકાલે લગ્ન પ્રસંગ નિમિતે લોકો એકત્ર થયા હતા ત્યારે બાજુમાં જ આવેલી બે ચાલીના માથાભારે શખ્સો શસ્ત્ર ોસાથે ધસી આવ્યા હતા અને ચાલીની બહાર પાર્ક કરેલા ૧રથી વધુ વાહનોમાં તોડફોડ કરી લગ્ન પ્રસંગમાં આવેલા નાગરિકો પર હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી આ હુમલામાં લગ્નની ફોટોગ્રાફી કરવા આવેલા ફોટોગ્રાફરને ગંભીર ઈજાઓ પહોંચતા હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી મણિલાલ મુખીની ચાલીમાં રહેતા પરેશભાઈ વિઠ્ઠલભાઈ પટણીના ઘરે લગ્નપ્રસંગ હતો અને છેલ્લા બે ત્રણ દિવસથી તેમના ઘરે પરિચિત લોકોની સતત અવરજવર રહેતી હતી થોડા દિવસ પહેલા મણિલાલ મુખીની ચાલીની આસપાસ આવેલી બે ચાલીના સ્થાનિક નાગરિકો સાથે તકરાર થઈ હતી.

જેના પરિણામે તંગદિલી જાવા મળતી હતી અને કોઈપણ સમયે લોહીયાળ જંગ ખેલાય તેવી દહેશત સેવાતી હતી આ દરમિયાનમાં ગઈકાલે પરેશભાઈના ઘરે લગ્નપ્રસંગ નિમિતે પરિચિતો એકત્ર થયા હતાં. લોકો લગ્ન પ્રસંગની મજા માણી રહયા હતા ત્યારે અચાનક જ સમગ્ર ચાલીમાં ભારે હોહામચી ગઈ હતી અને નાગરિકો દોડધામ કરવા લાગ્યા હતાં.

અચાનક જ ચાલીમાં બુમાબુમ થવા લાગી હતી અને દોડાદોડી કરતા નાગરિકોએ જણાવ્યું હતું કે ચાલીની બહાર પાર્ક કરેલા વાહનોમાં મોતીલાલ લલ્લુભાઈની ચાલી તથા ખોડીદાસની જુની ચાલીમાં રહેતા શખ્સો શ†ો સાથે ધસી આવ્યા છે અને તોડફોડ કરી રહયા છેજેના પગલે લગ્નપ્રસંગમાં કુંભાજીની ચાલીમાં મેઘાણીનગરમાં રહેતા તથા લગ્નપ્રસંગ નિમિત્તે ફોટોગ્રાફી કરવા આવેલા ફોટોગ્રાફર ગોપાલભાઈ પટણી તથા અન્ય લોકો ચાલીની બહાર દોડી આવ્યા હતાં બહારનું દ્રશ્ય જાતા તમામ લોકો ગભરાઈ ગયા હતાં.

ચાલીની બહાર શસ્ત્ર  ટોળાએ આંતક મચાવ્યો હતો અને પાર્ક કરેલા રીક્ષા સહિત ૧ર જેટલા વાહનોમાં તોડફોડ કરી હતી જેના પગલે ગોપાલભાઈ પોતાની રીક્ષા બચાવવા જતા શસ્ત્ર ો સાથે ધસી આવેલા દિનેશ, ટીનો, જગદીશ, રમેશ, હર્ષદ સહિતના શખ્સો તેમની ઉપર શ†ો સાથે તૂટી પડયા હતા અને સૌ પ્રથમ તેમને લુંટી લીધા બાદ લાકડીઓ અને પાઈપોના ફટકા માર્યાં હતા જેના પરિણામે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા અને ગંભીર હાલતમાં ઢળી પડયા હતાં તેમ છતાં ટોળાએ તેમને માર મારવાનો ચાલુ રાખ્યો હતો.

શ† ટોળાએ કરેલા હુમલાના પગલે સમગ્ર ચાલીમાં અફડાતફડી સર્જાઈ ગઈ હતી એકત્ર થયેલા લોકોમાંથી એક નાગરિકે તાત્કાલિક પોલીસ કંટ્રોલને જાણ કરતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.