શિયાળું શાકભાજીના ભાવોમાં આંશિક ઘટાડો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શિયાળાની શરૂઆત થતાં તથા શાકભાજીની આવકમાં વધારો થતાં શાકભાજીના ભાવોમાં આંતરીક રાહત કરવામાં આવી હોવાનું જથ્થાબંધ માર્કેેટના સુત્રો જણાવે છે.
મેથી, તુવેરા, ટામેટા, ફૂલાવર, કોબીજ, વટાણા, મરચા, ગાજર, કારેલા, રીંગણા, ગવારના ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો છે. જે તુવેર રૂ.૧૦૦-૧ર૦ની કિલોના ભાવમાં મળતી હતી તે જથ્થાબંધ મૌર્કેટમાં રૂ.૬૦નો થયો છે.
જથ્થાબંધ માર્કેેટમાં આજે કિલોના ભાવ નીચે મુજબ છે. કોબીજ-રપ થી ૩૦, વટાણા ૪૦ થી પ૦, ફૂલાવર રપ થી૩૦, કારેલા ગવાર રૂ.પ ૦થી ૬૦, ટામેટા રૂ.ર૦ ,ગવાર ૪પ થી પ૦, મેથી ૩૩ થી ૪૦, તુવેર -રૂ.૬૦નો ભાવ બોલાઈ રહ્યો છે. શિયાળાના શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો નોંધાતા ગૃહિણીઓને પણ આંશિક રાહત થઈ છે. લીલા શાકભાજીની આવકમાં વધારો થયો છે જેના પરિણામે હવે તેના ભાવમાં ધીમેધીમે ઘટાડો થઈ રહયો છે પરંતુ ડુંગળીના ભાવમાં ઘટાડો જાવા મળતો નથી વહેપારીઓના જણાવ્યા અનુસાર આગામી ૧૦ થી ૧પ દિવસમાં હજુ પણ લીલા શાકભાજીના ભાવમાં ઘટાડો થશે. ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી મોટી માત્રામાં લીલા શાકભાજીની આવક થઈ રહી છે.