સરકારે એર ઇન્ડિયામાં 100 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય લીધો
નવી દિલ્હી, કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ ગુરુવારે કહ્યું કે સરકારે સૂચિત ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા હેઠળ એર ઇન્ડિયામાં તેના 100 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે. રૂ. 50000 કરોડથી વધુના દેવાના બોજા હેઠળની એર ઈન્ડિયા લાંબા સમયથી નુકસાન કરી રહી છે અને પુનરુત્થાનના પ્રયત્નોના ભાગરૂપે સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ અંગે નિર્ણય લીધો છે.
“નવી સરકારની રચના પછી, એર ઇન્ડિયા સ્પેસિફિક અલ્ટરનેટિવ મિકેનિઝમ (એઆઈએસએએમ) નું પુનર્ગઠન કરવામાં આવ્યું છે અને એર ઇન્ડિયાના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટની પુન: શરૂઆતને મંજૂરી આપવામાં આવી છે.
નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાનએ લોકસભાના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, આઈઆઈએસએમે એર ઈન્ડિયાના ફરીથી શરૂ થયેલા વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ માટે એર ઇન્ડિયામાં ભારત સરકારના હિસ્સાના 100 ટકા વેચાણને મંજૂરી આપી છે. એર ઈન્ડિયાની 2018-19માં ચોખ્ખી ખોટ રૂ .8,556.35 કરોડ થવાનો અંદાજ છે.
પ્રધાને જણાવ્યું હતું કે વિમાન ક્ષેત્રને સુધારવા માટે જેટ એરવેઝ વિમાનોના અન્ય એરલાઇન્સમાં ઝડપથી બદલાવ લાવવા સહિતના વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. પુરીએ જણાવ્યું હતું કે, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ (AAI) એ વિવિધ એરપોર્ટ્સ અને એર નેવિગેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ / સુધારણા / આધુનિકરણ માટે આગામી પાંચ વર્ષમાં રૂ. 25000 કરોડથી વધુનું મૂડી રોકાણ શરૂ કર્યું છે.