સાઉથમાં પણ કાસ્ટિંગ કાઉચ… ફાતિમા સના શેખે પોલ ખોલી

ફાતિમાએ સાઉથની ફિલ્મમાં કામ કરવાનો અનુભવ જણાવ્યો
દંગલ ગર્લ ફાતિમા સના શેખે એક બાળ કલાકાર તરીકે ઇન્ડસ્ટ્રીમાં પોતાની કૅરિઅરની શરૂઆત કરી હતી
મુંબઈ,
દંગલ ગર્લ ફાતિમા સના શેખે એક બાળ કલાકાર તરીકે ઇન્ડસ્ટ્રીમાં પોતાની કૅરિઅરની શરૂઆત કરી છે. આજે પણ કમલ હસનની ‘ચાચી ૪૨૦’માં તેના રોલને યાદ કરવામાં આવે છે. બોલિવૂડ અને સાઉથ બંને ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારી ફાતિમા સના શેખે સાઉથની ગ્લેમર ઈન્ડસ્ટ્રીની પોલ
ખોલી છે. વગોવાયેલા બોલિવૂડની જેમ સાઉથમાં પણ કાસ્ટિંગ કાઉચના કિસ્સા બનતાં હોવાનું ફાતિમા સના શેખે કહ્યું છે.તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં તેણે પોતાને થયેલા કાસ્ટિંગ કાઉચના અનુભવ વિશે તેમજ કઈ રીતે તેમને પોતાની આવકમાંથી કેટલોક ભાગ તેમના નામ કાસ્ટિંગ કંપનીને સજેસ્ટ કરતા લોકોને આપવા પડે છે, તેની પણ વાત કરી હતી.ફાતિમાએ કહ્યું, “અમારા નામની ચર્ચા હોય એટલે અમને ઓડિશન માટે બોલાવાયા હોય, તેમ છતાં કાસ્ટિંગ ડાયરેક્ટર અમને રેફરન્સના નામ લખવાનું કહે છે.
તેનો અર્થ એવો કે તમારે એ લોકોને તમારા પેમેન્ટનો ૧૫ ટકા ભાગ આપવાનો છે. તમે તેમને ઓળખતા ન હોય તેમ છતાં તમારે એમને ફી આપવી પડે છે.”જોકે, તેણે સ્પષ્ટતા કરી હતી કે જાણીતા કે, મોટા કાસ્ટિંગ ડિરેક્ટર્સ આવું કરતાં નથી. તેણે કહ્યું, “જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટર્સ આવું કરતાં નથી, ખોટા લોકો જ આવું કરે છે. સ્વાભાવિક છે, મુકેશ છાબરા અને અનમોલ આહુજા આવું નહીં કરે. પરંતુ કેટલાંક એવા હલકાં લોકો હોય છે જે યુવાન કલાકારોનો ગેરલાભ ઉઠાવે છે,”ફાતિમાએ સાઉથની ઇન્ડસ્ટ્રીમાં થયેલા કાસ્ટિંગ કાઉચના અનુભવ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, “એણે મને પૂછ્યું, “તો તું બધું જ કરવા તૈયાર છે, બરાબર?” મેં તેને કહ્યું, હું બહુ મહેનત કરીશ અને મારા રોલ માટે જે પણ જરૂરી હશે તે કરીશ, પણ એણે આવી વાત કરવાની ચાલુ જ રાખી અને મેં મૂર્ખ હોવાનો ડોળ કર્યાે કારણ કે મારે જોવું હતું કે તે કેટલો નીચે ઉતરી શકે છે.” ફાતિમા હાલ સારા અલી ખાન, આદિત્ય રોય કપૂર, પંકજ ત્રિપાઠી, કોંકણા સેન શર્મા અને અલી ફઝલ જેવા કલાકારો સાથે ‘મેટ્રો..ઇન દિનોં’માં કામ કરી રહી છે, સાથે જ તે વિજય વર્મા સાથે ‘ઉલ જલૂલ ઇશ્ક’માં પણ કામ કરી રહી છે.SS1