Western Times News

Gujarati News

સાઠંબાની સરકાર માન્ય એગ્રો સેન્ટર યુરિયા ખાતર સાથે જંતુનાશક દવા કે પાવડર લેવાની ખેડૂતોને પડાતા : બાયડ પ્રાંતને આવેદનપત્ર 

બાયડ તાલુકાની પ્રજાનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે. ત્યારે તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ખેતીના પાક માટેના યુરીયા ખાતરની અછત સર્જાતાં તાલુકાના ખેડૂતોની હાલત કફોડી બની છે અને ખાતર મેળવવા ખેડૂતો વહેલી સવારથી લાઇનોમાં લાગી જાય છે. યુરિયા ખાતરની અછતનો લાભ લઈ કાળા બજાર થતા હોવાની બૂમો વારંવાર ઉઠી રહી છે ત્યારે બાયડના સાઠંબા ગામે આવેલા એગ્રો સર્વિસ સેન્ટરમાં યુરિયા ખાતર લેવા જતા ખેડૂતોને સેન્ટર પરથી યુરિયા ખાતરની ખરીદી સાથે જંતુનાશક દવા, બિયારણ કે પછી નર્મદા ફોર્સ લેવાની ફરજ પાડવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે


બીકેટીએસ ના મહેશસિંહ ઠાકોર,કિશનસિંહ ચૌહાણ,સંજય સિંહ સહીત સદસ્યોએ બાયડ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ખેડૂતોની મજબુરીનો ફાયદો ઉઠાવતા દુકાનદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી

અરવલ્લી જીલ્લા સહીત બાયડ તાલુકામાં ખેડૂતો માટે એકબાજુ કમોસમી વરસાદ, બીજીબાજુ ખેતીમાં રોગ આવવાથી પારાવાર નુકશાની વેઠી રહ્યા છે રવિ સીઝનમાં ખેડૂતોએ કરેલા વાવેતર માટે જયારે ખાતરની જરૂરિયાત ઉભી થવા પામી છે ત્યારે   કેટલાક લોકો દ્વારા ખાતરના ભાવો બાબતે ખેડૂતોને બેફામ લૂંટવામાં આવી રહ્યા હોવાની બૂમો ઉઠી છે

ખેડૂતો યુરિયા ખાતર મેળવવા માટે પણ ખેડૂતો ભુખ્યા તરસ્યા વહેલી સવારથી જ લાંબી લાઈનોમાં ગોઠવાઈ જાય છે. બાયડના સાઠંબા ગામે આવેલા એગ્રો સર્વિસ સેન્ટર પર ૨૭૦ રૂપિયાના યુરિયાની ખાતરની ખરીદી પર ફરજીયાત સેન્ટરમાંથી ૧૦૦ રૂપિયા નું બિયારણ, જંતુનાશક દવા કે અન્ય ખેતીને લગતી ચીજ વસ્તુ ખરીદવા ફરજ પાડી ખેડૂતોની મજબુરીનો ફાયદો ઉઠાવવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.