સાબરકાંઠાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઈ રેલી કાઢી ધરણાં કર્યા
સાબરકાંઠા:સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ૭૦૦ જેટલા કમૅચારીઓએ આજે ૯ ડિસેમ્બરના રોજ જિલ્લા આરોગ્ય કમૅચારી મંડળના આદેશથી હિંમતનગરના બગીચા વિસ્તારથી નવી જિલ્લા પંચાયત સુધી રેલી કાઢી ધરણાં કયૉ હતા,સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કમૅચારી મંડળના પ્રમુખ આશિષભાઇ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં કમૅચારીઓમાં તેમના પગાર વિસંગતતા તથા અન્ય પડતર પ્રશ્નો બાબતે ભારે નારાજગી અને રોષની લાગણી છે,
સરકાર દ્વારા અગાઉ સમાધાન કરી પ્રશ્નોનુ નિરાકરણ નહીં કરતાં આ આન્દોલન કરવામાં આવી રહ્યા છે, હજુ પણ આ આંદોલન ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે, જો આવું થશે તો ગામડાઓમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ જશે, હાલના તબક્કે તો કમૅચારીઓ દ્વારા તેમની કામગીરીનુ રિપોર્ટિંગ બંધ કરી સરકારને સેવાઓના આંકડા ન આપી ટેકો,એચ.એમ.આઈ.એસ.માં રિપોર્ટિંગ ન થતાં મોટી અસર સરકારમાં દેખાશે, તો સરકાર ઝડપથી તેમની તમામ માંગણીઓ પૂર્ણ કરે તેવી કમૅચારીઓની લાગણી છે.