સિદ્ધપુર નર્સિંગ કોલેજમાં પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલને સસ્પેન્ડ ન કરતા 25 મા દિવસે વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર ઉતરી ગયા
સિદ્ધપુર:સિદ્ધપુરમાં દેથળી ચોકડી પાસે આવેલી નર્સિંગ કોલેજ માં છેલ્લા ૨૫ દિવસથી પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવાની માંગણીને લઈને વિદ્યાર્થીઓ હડતાલ પર ઊતરી ગયેલ છે.
૨૫ માં દિવસે એબીવીપીના સમર્થન સાથે વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર બેસી ગયા હતા. સૌપ્રથમ ગાંધીનગરની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે એક અઠવાડિયામાં સંપૂર્ણ તપાસ કર્યા બાદ સારા નિર્ણય સાથે વાત કરીશું. પરંતુ એક અઠવાડિયા વીત્યા બાદ પણ કોઈ નિર્ણય વિદ્યાર્થીઓના પક્ષમાં આવ્યો હતો જેથી વિદ્યાર્થીઓ વધારે મક્કમ અને અડગ રહીને હડતાલ ચાલુ રાખી હતી.
વિદ્યાર્થીઓએ ગાંધીનગર કમિશનરને મળી ને સંપૂર્ણ વાતની રજૂઆત કરી હતી સામે કમિશનરે વિદ્યાર્થીઓને ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ કોઈ નિર્ણય ન આવતા વિદ્યાર્થીઓ એ લંપટ પ્રિન્સીપાલ ને સસ્પેન્ડ કરવા માટે ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા અને જો સુધી અમારી માંગો પૂરી નહિ કરો ત્યાં સુધી અચોક્કસમુદતની હડતાળ ચાલુ રહેશે અને અમારા કોઈ પણ વિદ્યાર્થીઓને કંઇ પણ થશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.
તેવી લેખિત રજૂઆત નર્સિંગ કોલેજના ઇન્ચાર્જ તેજલ પટેલને આપી હતી અને ચાલુ હડતાલ ના સમયે સિદ્ધપુર ની પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને dysp દ્વારા વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા અને હડતાલ સમેટવાનો પ્રયત્નો કર્યા હતા પરંતુ વિદ્યાર્થીઓ હડતાલ સમેટવા માટે તૈયાર નથી એક જ માંગ લંપટ આચાર્ય ને સસ્પેન્ડ કરો પછી જ હડતાલ સમેટાસે એવી ઉગ્ર રજૂઆત વિધાર્થીઓની હતી. (રાજેશ જાદવ, પાટણ)