સેના પ્રમુખ બિપિન રાવત બનશે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ
નવી દિલ્હી : ભારતીય સેનાના વડા બિપિન રાવત દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બની શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટ કમિટીનએ તેમના નામ પર અંતિમ મહોર મારી દીધી છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ 15મી ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે ત્રણેય સેનાના પ્રમુખ તરીકે સીડીએસ હશે. બિપિન રાવત 31મી ડિસેમ્બરના રોજ જનરલ પદેથી નિવૃત્ત થઈ રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સીડીએસ અન્ય સૈન્ય પ્રમુખની સમાન હશે. જોકે, પ્રોટોકોલ પ્રમાણે સીડીએસ, સૈન્ય પ્રમુખોથી ઉપર હશે.
નોંધનીય છે કે રક્ષા મંત્રાલયે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) માટે નિવૃત્તિની મર્યાદા 65 વર્ષ કરવા માટે હાલના નિયમમાં ફેરફાર કર્યો છે. આથી અંદાજ લગાવી શકતો હતો કે સૈન્ય પ્રમુખોમાંથી નિવૃત્ત થઈ રહેલા કોઈ વ્યક્તિને સીડીએસ બનાવવા માટે નિવૃત્તિની વય મર્યાદાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનું પદ ત્રણેય સેના પ્રમુખોથી ઉપર હોય છે. 1999માં કારગીલ યુદ્ધ બાદ સુરક્ષા તજજ્ઞો આની માંગણી કરતા હતા. કારગીલ પછી તત્કાલિન નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં બનેલા ગ્રુપ ઑફ મિનિસ્ટર્સે (GOM) પણ ત્રણેય સેનાઓ વચ્ચે યોગ્ય તાલમેલ માટે CDSની ભલામણી કરી હતી. GOM તરફથી ભલામણમાં કહેવામાં આવ્યું હતું કે જો કારગીલ યુદ્ધ દરમિયાન આવી કોઈ વ્યવસ્થા હોત તો ત્રણેય સેના યોગ્ય તાલમેલ સાથે યુદ્ધ મેદાનમાં ઉતરતી, જેનાથી ઓછું નુકસાન થતું. જેના 20 વર્ષ પછી આ લાગૂ કરવામાં આવી રહ્યું છે