હવે આંધ્રપ્રદેશમાં ત્રણ રાજધાનીઓ હશે: જગનમોહન રેડ્ડી
હૈદરાબાદ, અત્યાર સુધી તેલંગણા અને આંધ્રપ્રદેશની જોઈન્ટ રાજધાની હૈદરાબાદ હતી પરંતુ હવે આંધ્રપ્રદેશે પોતાની અલગ રાજધાનીની જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં હવેથી ત્રણ રાજધાનીઓ હશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ વિધાનસભામાં જાહેરાત કરી કે, આંધ્રપ્રદેશની ત્રણ રાજધાની હશે. વિશાખાપટ્ટનમ્-એક્ઝીક્યૂટિવ કેપિટલ, કરનૂલ-જ્યૂડિશિયલ કેપિટલ અને અમરાવતી-લેજિસ્લેટિવ કેપિટલ હશે. મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ એક્ઝિક્યૂટિવ, જ્યૂડિશિયલ અને લેજિસ્વેટિવ કેપિટલ તરીકે ત્રણ અલગ-અલગ શહેરોની પસંદગી કરી છે. તેનો અર્થ છે કે, એક્ઝિક્યૂટિવ, જ્યૂડિશિયલ અને લેજિસ્લેટિવ ક્ષેત્રના કામ ત્રણ અલગ-અલગ શહેરોમાં થશે. જેમ કે, વિશાખાપટ્ટનમને એક્ઝિક્યૂટિવ રાજધાની હોવાના કારણે અહીં સચિવાલય હશે અને તમામ વિભાગોના પ્રમુખોની ઓફિસ પણ અહીં હશે. જ્યારે જ્યૂડિશિયલ કેપિટલ કરનૂલમાં હાઈકોર્ટ હશે અને લેજિસ્લેટિવ કેપિટલ અમરાવતીમાં વિધાનસભા હશે.