હિંમતનગરના લીંબચમાતાના મંદિરે માતાજીનો પ્રાગટ્યદિનની ઉજવણી કરવામાં આવી
સમગ્ર વાળંદ નાયી સમાજના કુળદેવી લીમ્બચમાતાજી નો આજરોજ પ્રાગટ્યદિવસ નીમિત્તે ગુજરાત ભરના વાળંદ નાયી સમાજના ભાઈઓ બહેનો યુવાનોએ હદયની સાચી શ્રદ્ધા અને આસ્થા થી માતાજી ના પ્રાગટયદિનની ઉજવણી કરી હતી.
પોષ સુદ પાંચમને મંગળવાર ના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા રામબાગ સોસાયટી પાસેના વાળંદ નાયી સમાજના કુળમાતા લીમ્બચમાતાજીના નીજ મંદિરે માતાજી ના પ્રાગટય દિન નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન સમગ્ર વાળંદ નાયી સમાજના વતી અડાઠમ જય નાયી કેળવણી મંડળ ના પ્રમુખ પ્રહલાદભાઈ નાયી,મંત્રી ઈશ્વરભાઈ, મંત્રી જીતેન્દ્ર કુમાર,જશવંતલાલ રૂપાલ વાળા,મોહનભાઈ નિકોડાવાળા સહિતનાં ટ્રસ્ટી મંડળના સભ્યો અને આગેવાનો શ્રધ્ધાળુઓ એ માતાજી ના ઉત્સવની ઉજવણી માં ભાગ લીધો હતો.
મંદિરના મહારાજ ભરતભાઈ ઉપાધ્યાય દ્ગારા ભવ્ય આરતી, મહાપૂજા અને માતાજીનો થાળ અને શુભ ચોગડીયા મહાપૂજા મહાઆરતી કરી કેક કાપી માતાજી ના જન્મ પ્રાગટયદિનની ભવ્ય ઉજવણી કરી હતી ,તો દુર્ગાસપ્તર્શીના પાઠ લીમ્બચસ્ત્રોત નું પઠન વાંચન સહિતના ધાર્મિક કાર્યક્રમો કરી માતાજી ના પાવન પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરી હતી, હજારો શ્રદ્ધાળુઓ એ માતાજીના પાવન પ્રસંગ અને દર્શન નો લાભ લીધો હતો.