Western Times News

Gujarati News

હિંમતનગર ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન

સાબરકાંઠા:સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની શ્યામસુંદર સોસાયટી ખાતે  તા ૧૬-૧૨-૧૯ થી ૨૨-૧૨-૧૯  સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન  સોસાયટીના નવરાત્રીચોકમાં કથાપ્રવક્તા શાસ્ત્રી મનીષ વ્યાસ દ્વારા  તથા શ્યામસુંદર સોસાયટી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે,ભિલોડા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ ચામુંડામાતાના મંદિર,શ્રી શ્રી કપિલા કામધેનુ આશ્રમ,કીશનગઢના માઇબાળ જયંતા ના આશીર્વાદથી શ્યામસુંદર સોસાયટી પરિવાર દ્વારા કથાનું સુંદર આયોજન કરાવામાં આવ્યું છે.

સ્વ.ગોરધનભાઈ શીવાભાઈ પટેલ તથા ગં.સ્વ.કપિલાબેન ગોરધનભાઈ પટેલ ના નિવાસસ્થાનેથી પોથી અને કળશયાત્રા નીકળી કથા સ્થળ પર પહોંચી હતી,સુંદર ભક્તિમય વાતાવરણ બની ઉઠ્યું હતું.સોસાયટીના પદ્માબેન તથા કિશોરભાઈ પંચાલ દ્વારા સુંદર સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે.મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી કથાનો લાભ લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.