Western Times News

Gujarati News

હોન્ડા કારના પાયલોટિંગ સાથે સ્વીફ્ટમાં લવાતો ૧.૨૬ લાખના દારૂ સાથે ૪ શખ્શોને દબોચ્યા  

૩૧ ડિસેમ્બરને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ૩૧ ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની રેલમછેલને રોકવા અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર પણ સજ્જ બન્યું છે મેઘરજ પોલીસે રાજસ્થાન માંથી વિદેશી દારૂ ઘુસાડાતો અટકાવવા સઘન પેટ્રોલિંગ હાથધર્યું છે ચીથરીયા ગામ નજીકથી પાયલોટિંગ કરતી હોન્ડા સીટી કાર અટકાવી પાછળ આવતી સ્વીફ્ટ ડિઝાયર કારમાંથી ૧.૨૬ લાખના વિદેશી દારૂ સાથે જીલ્લાના ૫ બુટલેગરોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

મેઘરજ પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે મેઘરજ પંથકના મુખ્ય અને અંતરિયાળ માર્ગો પર સઘન પેટ્રોલિંગ અને વાહનોનું ચેકીંગ હાથધર્યું છે પંચાલ હાઈસ્કૂલ નજીક ચીથરીયા ગામ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન  ચેકીંગ હાથધરી નંબર વગરની હોન્ડાસીટી કારને અટકાવી બે શખ્શોની પૂછપરછ કરતા તેઓ સ્વીફ્ટ ડિઝાયર કારમાં વિદેશી દારૂ આવી રહ્યો હોવાનું અને તેનું પાયલોટિંગ કરતા હોવાનું જણાવતા પોલીસે નાકાબંધી કરી સતર્ક બની પાછળ આવતી સ્વીફ્ટ ડિઝાયર (ગાડી.નં. GJ-23-P-3797 ) ને અટકાવી તલાસી લેતા કારમાંથી મોંધીબ્રાન્ડની વિદેશી દારૂ- બિયર નંગ-૩૯૬ કીં.રૂ.૧૨૬૯૮૪/- નો જથ્થો જપ્ત કરી, બંને કાર કીં.રૂ.૯૦૦૦૦૦/- ,રોકડ રકમ-૮૨૧૦/-, ત્રણ મોબાઈલ સહીત કુલ રૂ.૧૦,૩૯,૬૯૪/-નો મુદ્દામાલ જપ્ત કરી ૧)અરવિંદ મણાભાઈ બામણીયા,૨)પ્રવીણ પ્રતાપજી બામણીયા,૩)ભાવેશ બળદેવભાઈ પરમાર (ત્રણે,રહે.ફરેડી, મોડાસા ) ,૪)રમેશ ઉર્ફે રાયલો માસુરભાઈ ડામોર (રહે,કાલીયા કુવા, મેઘરજ ) ,૫)લક્ષમણ ભલાભાઈ ખાંટ(રહે, મુલોજ,મોડાસા ) ને દબોચી લઈ ઢેકવા રાજસ્થાન ના ઠેકા પરના માણસ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ૫ બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ઢેકવાના શખ્શને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.