Western Times News

Gujarati News

૧૦૦૦ જેટલા આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ નહિ આવતા અચોકકસ મુદ્તની હડતાલ

ગત ફેબુ્આરી- ૨૦૧૮ દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ ૧૩ દિવસની હડતાલ રાખી હતી ત્યારે તત્કાલીન આરોગ્ય મંત્રીએ કેડર બેઈઝ વિસંગતતા દૂર કરવાની ખાત્રી આપી હતી પરંતુ આજે ૧૦ મહિના પછી પણ આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નનો ઉકેલ આપવામાં આવ્યો નથી.વારંવાર આરોગ્ય કર્મચારીઓ ની પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના વડપણ હેઠળ તા. ૧૭થી અચોક્કસ મુદતની હડતાલનું બ્યુગલ ફૂંકતા અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના ૧૦૦૦ જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાતા ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય લક્ષી સેવાઓ ઠપ્પ થતા પ્રજાજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંધ ધ્વારા મેઘરજ તાલુકા હેલ્થ કચેરી આગળ તાલુકાના તમામ આરૌગ્ય કર્મચારી ઓ એકત્રીત થઈ પોતાના ૧૩ જેટલા પળતર પ્રશ્ર્નો નુ નીરાકરણ ન આવતા ફરી એકવાર તમામ કાર્યકરો  જલદ આંદોલન નામ આપી ફરી એક વાર ગાધી ચીંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાલ  પર ઉતર્યા છે

ત્યારે  તાલુકાના  આરોગ્ય કર્મી તાલુકા ની હેલ્થ કચેરી આગળ “અભી નહી તો કભી નહી” ના  સુત્રોચાર કરી  તાલુકા હેલ્થ ઓફીસર ને પોતાના ૧૩ જેટલા પ્રશ્ર્નોને લઈ ને આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ  તો બિજી બાજુ તાલુકા ના આરોગ્ય  કર્મચારી હળતાલ પર ઉતરતા તમામ કચેરી ઓ સુમસામ જોવા મળી હતી આરોગ્ય કર્મચારીઓની હડતાલના પગલે રસીકરણ, શાળા આરોગ્ય તપાસણી,રોગચાળા સર્વે,મિશન ઇન્દ્રધનુષ

,આયુષ્માન ભારત જેવી સેવાઓ અને કાર્યક્રમો ઠપ્પ થતા આરોગ્ય સેવાઓને ગંભીર અસર પહોંચવાની સંભાવનાઓ પેદા થઈ છે.

રાજ્યભરમાં આરોગ્ય કર્મચારીઓની એક જ કેડરમાં પગાર સહિતના મુદ્દે અનેક પ્રકારની વિસંગતતા હોવા છતા સરકાર અન્યાયી ધારાધોરણ અપનાવી રહી છે. આ મુદ્દે ગત તા. ૨૮ નવે.થી આંદોલન ચાલુ હોવા છતાં ભાજપ સરકાર દ્વારા પંચાયત સેવાના કર્મચારીઓના મુદ્દે કોઈ પ્રકારનો હકારાત્મક નિર્ણય લેવામાં ન આવતા આરોગ્ય કર્મચારીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.