Western Times News

Gujarati News

૩૧ ડીસેમ્બરની ઉજવણી આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હોવી જોઈએ

રવિવારે કુમકુમ મંદિર ખાતે સત્સંગ સભા યોજાઈ : યુવાનો ! દારુ પીને ઉજવણી કરવી તે યોગ્ય નથી – સાધુ પ્રેમવત્સલદાસજી

તા. ર૯-૧-૨૦૧૯ રવિવાર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સત્સંગ સભા યોજાઈ હતી. આ પ્રસંગે વચનામૃત ગ્રંથ ઉપર શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીએ વિવેચન કર્યું હતું.ત્યારબાદ શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ યુવાનોને તા.૩૧ ડીસેમ્બર આવતી હોવાથી સાવધાન રહેવા માટે ચેતવણી આપી હતી.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, હવે, ૩૧ ડીસેમ્બર આવે છે. એટલે દેશમાં અને વિદેશમાં તેની ઉજવણી કરવા માટે યુવા પેઢી થનગની રહી છે. હા, ઈ.સ. ર૦૧૯ પૂર્ણ થશે અને ઈ.સ. ર૦ર૦ પ્રારંભ થશે માટે તેની ખુશાલી મનાવવી હોય તો, મનાવો, તેની ઉજવણી તમારે કરવી જ હોય તો કરો તેની ના નથી, પણ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેની ઉજવણી કરવી જાઈએ.

આજે ઘણા યુવાનો આપણો ધર્મ ચૂકી જાય, દારુ પીને ઉજવણી કરવી તે યોગ્ય નથી. ઉજવણી સાત્વિક હોવી જોઈએ. ભગવાનને પ્રાર્થના કરવી જાઈએ કે આવનારું નવું વર્ષ સૌનું સુખદાયી નીવડે. પરંતુ દારુ પી ને નાચ ગાન કરવી એ આપણી સંસ્કૃતિ નથી, આ બધું આપણી સંસ્કૃતિથી વિરોધ છે.

દરેક ધર્મ દારુ પીવાનો નિષેધ કરે છે. શાસ્ત્રોમાં કહયું છે કે, દારુ નહી, પીવો તો હું તમારામાં ઈશ્વરીય ગુણ લાવીશ. – જે ભાંગ,દારુ પીવે છે,તેના તમામ વ્રતો,તીર્થોની યાત્રા નિષ્ફળ જાય છે. – સિંહ સામે આવે તો, કદાચ તમને મારી નાંખશે,બીજું કાંઈ વિશેષ નહી,પણ દારુ પીશો, તો તમારું પતન થશે. માટે દારુ કયારેય ન પીશો.

શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે, દારુ કયારેય ન પીવો,વ્યસનોથી દૂર રહેવું જાઈએ, જે દારુ પીવે તે અમારો ભકત જ નથી. આમ, દરેક ધર્મો અને ધર્મના પ્રવર્તકોએ દારુ પીવાનો નિષેધ કર્યો છે, તેથી આપણે દારુ થી હંમેશા દૂર રહેવું જોઈએ. આપણા સારા સ્વાસ્થય માટે ડોકટરો પણ દારુનો નિષેધ કરે છે. આપણા પરીવારની બરબાદી ના ઈચ્છતા હોય તો દારુ ન પીશો.દારુ પીવાથી આર્થિક,શારીરીક અને પારીવારીક બરબાદી થાય છે. તેથી આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે ઉજવણી કરવી જાઈએ. એમાં જ આપણું, આપણા પરિવારનું,સમાજનું અને દેશનું હિત રહેલું છે. ત્યારબાદ મહંત શ્રી આનંદપ્રિયદાસજીસ્વામીએ સૌને આશીર્વચન પાઠવ્યા હતા. સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.